તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગ:મધ્યાહન ભોજનમાં હલકી ગુણવતાનું અનાજ વિતરણ

ઊના8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાળકોને 48 દિવસનું અનાજ ધો. 1 થી 5 ને 2.400 કિ.ગ્રામ, ધો. 6 થી 8 ને બાળકોને 3.600 કિ.ગ્રામ અપાઈ છે
  • શિક્ષણ વિભાગ દ્વારા તાત્કાલીક તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા ઉઠી માંગ

ઊના તાલુકાની સરકારી શાળાઓમાં બાળકોને અનાજ હલકી ગુણવતા વાળું વિતરણ કરવામાં આવતા વાલીઓમાં રોષ ફેલાયેલ હતો. જેની યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવા માંગણી ઉઠવા પામેલ છે. કોરોના મહામારીના કારણે હાલ સરકાર દ્વારા તમામ શાળા કોલેજનો બંધ રાખવાનું સુચન કરવામાં આવ્યું છે. અને શાળામાં બાળકોને મધ્યાહન ભોજન આપવામાં આવતું અનાજ વિતરણ શાળા પર જ કરવામાં આવે છે.

જેમાં બાળકોને 48 દિવસનું અનાજ ધોરણ 1 થી 5 ના બાળકોને 2.400 કિ.ગ્રામ ધઉં અને ચોખ્ખા તેમજ ધો. 6 થી 8 ના બાળકોને 3.600 કિ.ગ્રામ અનાજ ઘઉં અને ચોખ્ખાનું વિતરણ કરવામાં આવે છે. પરંતુ અનાજ વાલીઓને શાળાએ લેવા જવું પડે છે. અને આ અનાજ હલકી ગુણવતાનું હોવાની ફરિયાદ ઉઠી છે. અને ઘઉંમાં કચરો સહીત મિશ્ર અનાજ આપવામાં આવતા વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

ત્યારે કોરોના મહામારીના સમયે પણ બાળકોને આવા હલકી ગુણવતાનું વિતરણ કરતા હોવાથી આ અનાજ ખાવાથી બાળકોના આરોગ્ય પર ગંભીર અસર થઈ શકે છે. જેથી આ બાબતે શિક્ષણ વિભાગ દ્વારા તાત્કાલીક તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા વાલીઓની માંગણી ઉઠવા પામેલ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો