તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી ઠપ્પ:ઓપરેટરને છુટા કરી દીધા, આરોગ્ય કર્મીને સોફ્ટવેર ચલાવતા નથી આવડતો

ઊના21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઊના-ગીરગઢડા તાલુકામાં આયુષ્માન કાર્ડ રીન્યુલ, નવા કાઢવાની કામગીરી ઠપ્પ

ગુજરાત રાજ્ય સરકાર પ્રજાના આરોગ્ય ચિંતા કરી “માં“ કાર્ડ અને આયુષ્માન ભારત યોજના બહાર પાડી છે. ગંભીર બિમારી વચ્ચે પીંડાતા ગરીબ મધ્યમ વર્ગના લોકોને ઉત્તમ સારવાર ફ્રી માં મળી રહે. પરંતુ આ યોજના ઊના-ગીરગઢડામાં મૃતક સ્થિતીમાં આરોગ્ય વિભાગે મૂકી દીધેલ હોય તેવી સ્થિતીનું નિર્માણ થયું છે.

જિલ્લા કક્ષાએથી આયુષ્માન કાર્ડ તેમજ મુખ્યમંત્રી આરોગ્ય કાર્ડની કામગીરી પ્રાઇવેટ આઉટ સોસીંગ કર્મચારીને સોપવામાં આવી હતી. તેને છુટાં કરી એજન્સી કોન્ટ્રાક્ટર રદ કરી દીધો છે. બીજી તરફ ઊનાની કચેરીમાં કામ કરતા ઓપરેટરને સોફ્ટવેરનો ઉપયોગ કરતા ન આવડતો હોવાથી કાર્ડ જનરેટ થતાં નથી કે રિન્યુએલ પણ થતા નથી. જેના કારણે ઊના-ગીરગઢડા તાલુકાના હજારો દર્દીઓના રીન્યુલ અને નવા કાર્ડ કાઢી આપવામાં ન આવતા ગંભીર રોગના દર્દીઓ ભારે પરેશાની વેઠી રહ્યા છે.

આ પ્રોગ્રામ સરકારી હોસ્પીટલના ઓપરેટરથી ચાલતો નથી. અને તેજ સીસ્ટમ પ્રાઇવેટ ઓપરેટર ચલાવી કામગીરી કરી આપે છે. અને કોડીનાર, વેરાવળ, સુત્રાપાડામાં આવી કામગીરી રોગી સમીતી દ્વારા આઉટ સોસીંગ કર્મચારી કરે છે. જ્યારે ઊના-ગીરગઢડામાં કામગીરી થતી નથી. જેથી ખાનગી ઓપરેટરની નિમણુક કરી પગાર ચુકવો જોઇએ જેથી દર્દીઓને પરેશાની વેઠવી ન પડે. > ડો. વિપુલ મહેતા ઊના તાલુકા બ્લોક હેલ્થ ઓફીસર

અન્ય સમાચારો પણ છે...