તંત્રની ઘોરબેદરકારી:મોટાડેસરમાં પીવાના પાણીના ટાંકામાં ગંદુ પાણી ભાળવા લાગ્યું

ઊનાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તંત્રની ઘોરબેદરકારી સામે સ્થાનિક લોકોમાં ઉગ્ર રોષ

ઊનાના મોટાડેસર ગામમાં લોકોને પીવાના પાણી માટેના ટાંકામાં ગંદુ પાણી ભળતાં તંત્રની ઘોરબેદરકારી સામે આવી છે. જવાબદાર તંત્રએ ટાંકામાં ઢાંકણુ ફિટ ન કરતાં આ સ્થિતીનું નિર્માણ થયું છે.

ઢાંકણુ ફિટ કરતા આજુબાજુ માંથી ગંદુ અને દુર્ગધ મારતું પાણી આ ટાંકામાં જતા લોકોના આરોગ્ય પર ગંભીર ખતરો મંડરાય રહ્યો છે. તેમ છતાં જવાબદાર તંત્ર દ્વારા લોકોને પીવાના પાણીના ટાંકાને ઢાંકણું ફિટ કરાયું નથી. જોકે આ ટાંકા માંથી ગ્રામજનોને પીવાનું પાણી વિતરણ કરવામાં આવે છે. અગાઉ પણ આજ ટાંકામાં બે સાપ મૃત હાલતમાં મળી આવ્યા હતા. ત્યારે આ ટાંકાને ઢાંકણું ફિટ કરવા ગ્રામજનોની ઉગ્ર માંગણી ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...