કામગીરી સામે સવાલો:નાંદણ ગામે ગંદકીના ગંજ, લોકોના આરોગ્ય પર ખતરો

ઊના2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઊનાના નાંદણ ગામે છેલ્લા એક વર્ષથી પાણીનો નિકાલ ન હોવાથી રસ્તા પર પાણીનો ભરાવો થતાં રહિશોમાં ભારે આક્રોશ વ્યાપી ઉઠ્યો છે. ગંદા પાણીના ભરાવાને લીધે તંત્ર જાણે ગંભીર બિમારીને નોતરતો હોય તેવિ સ્થિતીનું નિર્માણ.

નાંદણ ગામમાં હોળી ચોકથી લઈ પ્રાથમિક શાળા સુધી છેલ્લા 1 વર્ષથી ગંદકી જોવા મળી રહી છે. ત્યારે હાલ ગંદા પાણીના કારણે મચ્છર જન્ય રોગ ડેંગ્યુ, મલેરીયા, ચિકનગુનિયા જેવા કેસ જોવા મળતા લોકોના સ્વાસ્થય પર ખતરો મંડરાઇ રહ્યો છે. આ ગંદકીને દૂર કરવા માટે ગ્રામ પંચાયતને જાણ કરી હોવા છતાં આજદીન સુધી ગંદા પાણીનો નિકાલ કર્યો નથી. આ મુખ્ય રસ્તો હોવાથી બાળકો તેમજ ખેડૂતોની સતત અવર-જવર રહેતી હોય છે. તેમ છતાં પંચાયત ગંદકી દૂર ન કરાતા લોકો ના છૂટકે ગંદા પાણીમાંથી પસાર થવા મજબુર બન્યા છે. જેથી પંચાયત તાત્કાલીક ગંદા પાણીનો નિકાલ કરે તેવી ગ્રામજનોની માંગણી ઉઠી છે.