તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:ગિરગઢડાનાં વડવિયાળામાં એક વર્ષના બાળકને ફાડી ખાનાર દીપડી પાંજરે પૂરાઇ

ઊના5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘટનાસ્થળેજ ગોઠવેલા પાંજરામાં વ્હેલી સવારે પૂરાઇ ગઇ

ગિરગઢડાના વડવિયાળાની સીમમાં ગઇકાલે મોડી સાંજે દીપડીએ એક વર્ષના બાળકને ફાડી ખાધા બાદ વનવિભાગે પાંજરું મૂકી દીપડીને પકડવામાં સફળતા મેળવી છે.ગિરગઢડાના વડવિયાળાની સીમ વિસ્તારમાં રહેતા બીજલભાઇ પરમારના 1 વર્ષના પુત્ર ગોપાલને ગઇકાલે મોડી સાંજે 9 વાગ્યાના અરસામાં દીપડીએ ઉઠાવી જઇ ફાડી ખાધો હતો. જોકે, સમયસર તેઓએ પીછો કરતાં દીપડી મૃતદેહને ત્યાંજ મૂકીને નાસી ગઇ હતી. દરમ્યાન આ અંગેની જાણ ગામ લોકોને થતાં ટોળા ઉમટી પડ્યા હતા.

બનાવની જાણ થતાં વનવિભાગના આરએફઓ જે. જી પંડ્યા, વી. આર. ચાવડા, ભાવિનસિંહ સોલંકી, પી. ડી. સરવૈયા, વી. ડી. જાદવ, ગોહિલભાઇ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને જ્યાં બાળકને ફાડી ખાધું એજ સ્થળે દીપડીને પૂરવા પાંજરૂં ગોઠવી દીધું હતું. દરમ્યાન ગણતરીના કલાકોમાંજ વહેલી સવારે માનવભક્ષી દીપડી પાંજરે પૂરાઇ જતાં આ વિસ્તારના લોકોઓ રાહતનો શ્વાસ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...