તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગણી:ધોકડવાની પરિણીતાએ પતિનાં આપઘાતમાં CBI તપાસ માંગી

ઊના12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાકાજી સસરાનાં પરિવારે મારમારતાં દવા પી આપઘાત કર્યો તો

ગિરગઢડાના ધોકડવાના એક યુવાનને તેના કાકા અને પિતરાઇઓએ માર મારતાં તેણે ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. આ બનાવમાં મૃતકની પત્નીએ સીબીઆઇ તપાસની માંગણી કરવામાં આવી છે.

ગિરગઢડા તાલુકાનાં ધોકડવાની પરિણીતા સવિતાબેન ચુડાસમાએ એવી માંગ કરી છેકે, તેના પતિ ભાવેશભાઇ ગત તા. 24 જાન્યુ. 2021 ના રોજ સાંજનાં સમયે વંડા તાલુકામાં સાવરકુંડલા ગામે રહેતાં પોતાના ભાઇ ચતુરને મૃત હાલતમાં મળ્યા હતા.

આ બાબતે એવું જાણવા મળ્યું હતું કે, ભાવેશભાઇને તેમના પિતરાઇ કાકા બાબુભાઈ ઘૂસાભાઈ, પિતરાઇભાઈ ભીખુભાઈ, અશોકભાઈ સહિતનાં શખ્શોએ મારમારતાં ભાવેશભાઇનાં ભાઈ જીતુભાઈ સહિતનાં લોકોએ વચ્ચે પડીને છોડાવ્યા હતા. એ વખતે તેને ધમકીઓ અપાતાં ભાવેશ ચુડાસમાએ પોતાને ઘેર ભયનાં કારણે શાકભાજીમાં છાંટવાની ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો.

આ બનાવની મરનારનાં પિતાએ તા. 25 જાન્યુઆરીએ પોલીસમાં કરી હતી. પણ માર મારનાર શખ્શો પૈસાપાત્ર અને રાજકિય વગ ધરાવતાં હોઇ ફરિયાદ ન લઈ એડી નોંધી હતી. આથી સવિતાબેને બનાવની સીબીઆઇ તપાસની માંગણી કરતી અરજી કરી છે.

અન્ય સમાચારો પણ છે...