કામગીરી શરૂ:સનખડા ગ્રામ પંચાયતનું વિકાસલક્ષી અંદાજ પત્ર ના મંજુર કરાયું !!

ઊના5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પંચાયતના બહુમતી સભ્યો વિકાસ કામમાં વિલન બન્યા ?

સનખડા ગામ પંચાયત છેલ્લા ઘણા વર્ષોથી વિવાદમાં રહી છે. અનેઆગલા વર્ષોમાં ભષ્ટ્રાચારના મુદે મહીલા સરપંચ સસ્પેન્ડ થયા બાદ લાંબી કાનુની લડાય લડ્યા હતા. અને આ દરમ્યાન પંચાયતની ચુંટણી આવતા તાજેતરમાં નવા સરપંચ પદે સતુભાઇ ગોહીલ ચુટાયા હતા. અને તેમના ચાર સભ્યો ચુટાયા હતા.11 સભ્ય ધરાવતી સનખડા ગ્રામ પંચાયતમાં 6 સભ્ય સાથે વિરોધ પક્ષે હિરાબેન કાળુભાઇ ગોહીલ ચુટાયા હતા.આમ ગ્રામ પંચાયતમામં રાજકીય ખટપટ એક બીજાના અહમ ટકરાતા હોવાના કારણે ગામના વિકાસ કામોમાં વિલનની ભૂમિકા ભજવતા હોવાથી વિકાસ કામો અટકી રહ્યા છે.

અને ગત તા. 2 માર્ચના પંચાચતની જનરલ બોર્ડની મીટીંગમાં રજુ કરાયેલ વિકાસલક્ષી અંદાજ પત્ર પણ ના મંજુર બહુમતીના જોરે કરી દેવાતા સરકાર દ્રારા પંચાયતને મળતી વિવિધ ગ્રાન્ટો પણ પરત જતી રહેશે. ગામને નુકસાન થશે તેવો શૂર વહીવટી તંત્રમાં ઉઠવા પામેલ છે.

થોડા સમય પહેલા સનખડા ગ્રામ પંચાયતના વોટર સપ્લાય કરતા અને પટ્ટાવાળા તેમજ છ માસથી ડોરટુડોર સફાઇ કામગીરી કરતા કર્મચારી મળી પંચાયતના ચાર કર્મચારીના પગાર ચુકવા બાબતે તેમજ પંચાયત કચેરીને સોલાર સિસ્ટમની ગ્રાન્ટ હેઠળ ફીટ કરવા ઠરાવ મુકતા તે નામંજુર કરાતા પાણી સપ્લાય કરતા કર્મચારી એ કામગીરી કરવા ઇનકાર કરતા પાણી વિતરણ સમસ્યા ઉભી થયેલ હતી. અને ગામમાં ઘણા દિવસ સુધી પાણી બંધ થતાં આ બાબતે પણ રજુઆતો થતાં આખરે પંચાયત કર્મચારીને પગાર મુકવા અને પંચાયતની વહીવટી કામગીરીના ખર્ચ કરવા સંમત થતા પાણી વિતરણ કામગીરી શરૂ થઇ હતી.

પરંતુ ગત તા.૨ માર્ચના ગ્રામ પંચાયતનું વિકાસલક્ષી અંદાજપત્ર વિવિધ વિસ્તારમાં જુદી જુદી સરકારની યોજના અંતર્ગત વિકાસ કામો કરવા તેમજ થયેલા વિકાસ કામોને બહાલી આપવા રજુ કરતા બહુમતી સભ્યોએ આ અંદાજ પત્રને બહાલી નહી આપતા નામંજુર થયેલ હતુ. પંચાયતના વર્તમાન ચાર કર્મચારી પાણી વિતરણ, પટ્ટાવાળા અને ગામમાં ડોરટુડોર કચરો લેનાર બે કામદારોના પગાર છ માસથી ચુકવવાના બાકી હોવાથી તે પ્રશ્નો બેઠકમાં રજુ કરતા તેનો પણ વિરોધ પક્ષના બહુમતી સભ્યોએ વિરોધ કરતા પંચાયતની વહીવટી કામગીરી કેમ ચલાવવી ? તે અંગે મુશ્કેલી બની રહી છે.

હાલમાં સનખડા ગ્રામ પંચાયતના વર્તમાન સરપંચ સતુભાઇ ગોહીલ અને તેમના ચાર સભ્યો હોવાથી બહુમતીમાં છ સભ્યોના સતત દરેક વિકાસ કામોમાં રોડા નાખતા હોવાના કારણે વહીવટી બિલો ચુકવવા બાબતે વાંધા વિરોધ ઉઠતા ગામના સર્વાગી વિકાસ કામો કરવા મુશ્કેલ બની ગયા છે. અને રાજ્ય સરકાર દ્રારા મળતી વિવિધ ગ્રાન્ટો પંચાયતને મળતી હોય સમય મર્યાદામાં ચુકવાયેલા કામો કરવા આયોજન કરેલ અંદાજ પત્ર રજુ કરી જીલ્લા કક્ષાએ મોકલવાનું હોય છે. પરંતુ બહુમતીના જોરે આવા વિકાસલક્ષી અંદાજ પત્ર નામંજુર થતાં વિકાસલક્ષી અંદાજ પત્ર અટકી જશે તેવો શૂર ઉઠ્યો છે.

અન્ય સમાચારો પણ છે...