ભાસ્કર એક્સક્લુઝિવ:બંને કીડની ફેઇલ થઇ છત્તાં આર્મીમેને વાગ્દત્તાને કીડની ટ્રાન્સપ્લાન્ટ માટે તૈયાર કરી, હવે પરણશે

ઊનાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઊનાનાં નવાવાજડીની યુવતીને માતાએ કીડની ડોનેટ કરી

જયેશ ગોંધિયા ઊના તાલુકાના નવાવાજડી ગામની મારુ કુંભાર સમાજની દિકરીની સગાઈ તાલુકાના વાવરડા ગામના ભરત ટાંચક કે જે બેંગ્લોર ખાતે આર્મીમાં ફરજ બજાવે છે. અને આ યુવાનના લગ્નની તારીખ નક્કી થઇ ગઇ હતી. અને અચાનક જ તેમની વાગદત્તા વર્ષાબેન મગનભાઈ ઉર્ફે અશ્વીનભાઈ ડાંગોદરા (ઉ.વ.25)ની બંને કીડની ફેઈલ થઈ છે. વાત આટલેથી અટકી નહીં. વર્ષાને ખબર પડી કે, પોતાની બંને કીડની ફેઇલ થઇ ગઇ એટલે તેણે ભરત સાથે સપ્તપદીના સાત ફેરા ફરવાનું માંડી વાળ્યું હોય તેમજ તેના પરિવારને કહેવડાવ્યું કે, તમે બીજે સગાઇ કરી લો. મારી જીંદગીનું હવે કાંઇ નક્કી નથી.

ભરતને મુક્ત કરવા વર્ષાએ તેની સાથે વાત સુદ્ધાં કરવાનું બંધ કરી દીધું. તેના ફોન પણ ન ઉપાડતી. એ દરમ્યાન તેને સારવાર માટે અમદાવાદ કીડની ઇન્સ્ટીટ્યુટમાં દાખલ કરાઇ હતી. ત્યારબાદ વર્ષાએ વધુમાં જણાવેલ કે, ભરત રજા લઈ પોતાની પાસે આવ્યા અને મને જોઈ આંખમાં અશ્રુ સાથે કહ્યું કે, જ્યાં સુધી તું છે ત્યા સુધી મારે બીજી કોઈ છોકરી સાથે લગ્ન કરવા નથી. અને હું બીજે લગ્ન કરવાનું વિચારી પણ નહીં શકું. એટલુંજ નહીં, ભરતે ભાવિ પત્ની વર્ષાને હિંમત આપી કીડની ટ્રાન્સપ્લાન્ટ માટે અને તેને લગતી બીજી ટ્રીટમેન્ટ વખતે સતત હાજર રહ્યો. જરૂર પડી ત્યાં પોતાનું બ્લડ પણ જમા કરાવ્યું. વર્ષાની સારવાર, સર્જરી, બધે સાથે રહ્યો. તેણે વર્ષાને કહી દીધું, જો મેરેજ પછી આવું થયું હોત તો શું થાત? હવે જ્યારે કીડની ટ્રાન્સપ્લાન્ટ થઇ ગઇ છે અને વર્ષાની તબિયત સુધારા પર છે ત્યારે તે 17 એપ્રિલે ફરીથી ડ્યુટી પર હાજર થશે.

અન્ય સમાચારો પણ છે...