ક્રાઇમ:નાયબ મામલતદારનું ડમી એકાઉન્ટ બનાવી રૂપિયા પડાવવાનો કારસો

ઊનાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઊનામાં ફરજ બજાવતા અધિકારીના મિત્રોને ખ્યાલ આવ્યો

ઊના મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદારનું સોશ્યલ મીડિયા એકાઉન્ટ હેક કરી તેમના નામે બોગસ આઇડી બનાવી મિત્રો પાસેથી રૂપિયા માંગવાનો કોઇએ કારસો રચ્યાની તપાસ શરૂ થઇ છે.ઊના મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર દિનેશભાઇ ઓલિયાભાઇ વસાવાનું સોશ્યલ મીડિયા ઉપર દિનેશ વસાવા નામનું એકાઉન્ટ છે. આ એકાઉન્ટ કોઇએ હેક કરી એજ નામનું ડુપ્લીકેટ એકાઉન્ટ બનાવ્યું.

અને ફ્રેન્ડ તરીકે નાયબ મામલતદાર દિનેશ વસાવાના નામથી રૂપિયાની માંગણી કરાતી હોવાનું ખુદ દિનેશભાઇને જાણવા મળ્યું હતું. આથી તેમણે તાત્કાલીક પોલીસમાં અરજી કરી તપાસ કરવા માંગણી કરી છે. આ ડુપ્લીકેટ એકાઉન્ટથી ચેટીંગ કરેલ સ્ક્રીનશોટ દિનેશભાઇને તેમના મિત્રોએ મોકલતાં ખ્યાલ આવ્યો હતો. જેમાં મોબાઇલ પર ડીજીટલ વોલેટથી તાત્કાલીક રૂપિયા ટ્રાન્સફર કરી આપવા માંગણી કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...