માંગ:શાણાડુંગરમાં મંજુર કરેલા કામોની તટસ્થ તપાસ કરવા પંચાયતની માંગ

ઊનાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાંથણીમાં મળેલ જમીન માલીકોએ ખાનગી સંસ્થાને વેચી નાખી
  • ​​​​​​​નવા રેકર્ડ પર ખોટી હકીકતો મૂકી વિકાસના નામે કોરોડો મંજૂર કરાવ્યાં

ગીરગઢડા તાલુકાનાં શાણાડુંગરના વિકાસ નામે મંજુર કરવામાં આવેલા વિકાસના કામોની તટસ્થ તપાસ કરી પગલા લેવા સરપંચ અને આગેવાનોએ આવેદન પત્ર પાઠવ્યુ હતું. શાણાવાંકીયાના સરપંચ હમીરભાઇ વિજુંડા, અરવિંદભાઇ ખુંટ, તા.પં. ગીરગઢડા તેમજ આગેવાનો દ્વારા પ્રાંત કચેરી ખાતે રાજ્યના મુખ્યમંત્રીને સંબોધી આવેદન પત્ર આપેલું છે. જેમાં જણાવ્યાં અનુસાર ભારત સરકારે સ્વદેશ દર્શન યોજના હેઠળ 2017માં પ્રવાસન સ્થળોના વિકાસ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ મંજુર કરી હતી.

શાણાનાડુંગર ઉપર ચાર મઢવાળા માતાજીનું મંદિર, પ્રાંચિન મંદિર, પ્રાંચીન બોધ્ધની ગુફાઓ, ગુફામાં પાંડવોએ ગુપ્ત વાસ કર્યો હોય તેવી લોકવાયકા છે. હાલ પુરાતત્વ વિભાગ હસ્તકવના આ સ્થળોના કામ શરૂ થયા નથી. પરંતુ રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા શાણાના ડુંગરથી એકથી દોઢ કિ.મી. ખાનગી માલીકોની જગ્યામાં શાણેશ્વર હનુમાનજી મંદિરના કરોડો રૂપિયા મંજુર કરાવી કામગીરી પૂર જોશમાં ચાલુ છે. હનુમાનજી મંદિરેના નામે વિકાસ રેકર્ડ ઉપર ખોટી હકીકતો મૂકી વિકાસના નામે કરોડો રૂપિયા મંજુર કર્યા છે. જેની તટસ્થ તપાસ કરી જવાબદાર સામે પગલા લેવા પંચાયત અને ગ્રામજનો દ્વારા માંગણી કરવામં આવી છે.

અન્ય સમાચારો પણ છે...