તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ખાતર, ડિઝલ, અને પેટ્રોલનો ભાવ વધારો પાછો ખેચવા માંગ

ઊના2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વારંવાર પરીક્ષા રદ, બેરોજગારી વધી: ખેડૂતોમાં રોષ

ભાજપ સરકાર ખેડૂતો પર ખાતર, ડિજલ અને પેટ્રોલના ભાવ વધારો પાછો ખેચવાની માંગ રાષ્ટ્રીય કિશાન સંગઠન પ્રદેશ ઉપાધ્યક્ષ ભીખાભાઇ કાનજીભાઇ લીંબાણીએ ગીરગઢડા મામલતદારને લેખિત રજુઆત કરી છે. ભારત સરકાર 2014થી દેશ પર તાનાશાહીનું રાજકારણ કરે છે. અને ખોટા વચનો આપવા દેશની સંપતી વેંચી નાખવી છે.

આ સરકારમાં કાયદાઓથી પરેશાન કરવા, ભ્રષ્ટાચાર કરવો, ભરતી પરીક્ષામાં દસ લાખની લાંચ માંગવી વારંવાર પેપર ફરવા, વારંવાર પરીક્ષા રદ થવી, બેરોજગારી વધારવી સહિતાનાં મુદે લોકો હેરાન થઇ રહ્યાં છે. વર્ષ 2022માં ગુજરાતનો ખેડૂત તમામ બાબતોને ધ્યાને રાખી બેલેટ પેપરથીજ ચૂંટણીમાં મતદાન કરવું છે. ઇવીએમનો બહિષ્કાર કરી અને સુપ્રિમ સુધી લડવાની તૈયારી કરવી છે. ખેડૂતોને ડિઝલમાં 50 ટકા સબસીડી આપો રાસાયણીક ખાતર પરનો ભાવ વધારો પરત ખેંચો માંગ છે.

અન્ય સમાચારો પણ છે...