રજૂઆત:ભારતીય સેનામાં મૌકુફ રખાયેલી ભરતી પ્રક્રિયા ફરી શરૂ કરવા માંગ

ઊના4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઊનામાં ઉમેદવારોએ ડે.કલેકટરને આવેદન આપી રજૂઆત કરી

ભારતીય સેનામાં બંધ કરાયેલી પરીક્ષા વહેલી તકે યોજવામાં આવે તેમજ યુવાનોને લશ્કરની ભરતીમાં બે વર્ષની છૂટછાટ આપવામાં આવે એવી માંગ સાથે ઊનાનાં મોટાદેસર વિકાસ સમિતી અને પંથકનાં તમામ યુવાનોએ ડે. કલેકટરને આવેદન આપ્યું હતું.

ગત ફેબ્રુઆરી માસમાં દ્વારકા ખાતે સૈન્યમાં કોઈ પોસ્ટને લઈ ભરતી પ્રક્રિયા યોજાઈ હતી. જેમાં શારિરીક અને મેડિકલ ટેસ્ટમાં પાસ થયેલા ઉમેદવારોની લેખીત પરીક્ષા અલગ અલગ સમયે યોજાઈ હતી. પરંતુ ઓપચારીક કારણો આગળ ધરી ભરતી મૌકુફ રાખવામાં આવી છે. જેમની આજદિન સુધી નવી તારીખ જાહેર કરવામાં આવી નથી. જેથી યુવાનો મુજવણમાં મુકાયા છે. છેલ્લા એક વર્ષથી ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થઈ હોય યુવાનોમાં નારાજગી જોવા મળી રહી છે. આ ઉપરાંત વય મર્યાદાને લઈ યોગ્ય કરવામાં આવે અને મૌકુફ રાખવામાં આવેલી ભરતીની તારીખો તુરંત જાહેર કરવામાં આવે એવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...