તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગ:ઊનાના મોઠામાં 500 વિઘા ગૌચર જમીન પરથી કબ્જો હટાવવા માંગ

ઊના4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જમીન ખુલ્લી કરવા ગ્રામજનો દ્વારા ઊના તાલુકા વિકાસ અધિકારીને રજુઆત કરાઇ

ઊના તાલુકાના મોઠા ગામમાં મોટા ભાગના લોકો પશું પાલનના ધંધા ઉપર પોતાની આજીવીકા ચલાવતા હોય છે જ્યારે ત્યાં ગૈશાળા પણ આવેલ છે. ગૌશાળામાં રખડતા મોટી સંખ્યામાં પશુઓની સંખ્યા આવેલ છે જેના કારણે આ પશુઓને ગામના ધોરણ 7 અને 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા ફાળો કરી ધાસચારો મંગાવી પશુઓને ખવડાવામાં આવે છે. તેમ છતા હાલમાં આવી મહામારી હોવા છતા ગામ લોકો પાસેથી ફાળો લઇ ગૈશાળા ચલાવવામાં આવે છે. હાલમાં આ કામ પણ મુશ્કેલ બની ગયેલ હોય ત્યારે ગામની અંદર આવેલ ગૈચર જમીન તેમજ સરકારી જમીનની માપણી કરાવી સંપૂર્ણ જમીનો ખુલ્લી કરાવવા સમસ્ત મોઠા ગ્રામજનો દ્વારા રજુઆત કરવામાં આવી છે. મોઠા ગામે કુલ અંદાજે 500 થી 600 વિધા જેટલી ગૈચરની જમીન ઉપર અમુક લોકોએ કબ્જો કર્યો છે.

કબ્જો કરી આંબાના બગીચા બનાવી લીધા
અમુક લોકો દ્વારા આ જમિન ઉપર કબ્જો કરી મોટા પ્રમાણમાં આંબાના ઝાડોના બગીચા બનાવવામાં આવ્યા છે. જ્યારે આ બગીચા દ્વારા મોટા પ્રમાણમાં કમાણી કરી રહ્યા છે. જ્યારે જાહેરરસ્તાઓ પર દબાણ કરી કબ્જો કરેલ જેથી ગ્રામજનો હેરાન-પરેશાન થઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો