માંગણી:નવાબંદરમાં તાઉતે વાવાઝોડાથી નુકસાનનો બાકી સર્વે કરવા માંગ

ઊના4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બહાર મજુરીએ જતા હોય અનેક લોકો ફોર્મ ભરી શક્યા નથી

તાઉતે વાવાઝોડાના કારણે નવાબંદર ગામે દરિયો હોવાનાં લીધે લોકોના મકાનોને મોટાપાયે નુકશાન થયું છે. નવાબંદર ગામમાં મોટાભાગની વસ્તી સાગરખેડૂ તેમજ મચ્છી કામની મજુરી કરી પોતાના પરીવારોનું ગુજરાન ચલાવતા હોય છે.

જેમાંથી ઘણા લોકો વેરાવળ, માંગરોળ, પોરબંદર દંગામાં મજુરી કામે પરીવાર સાથે જતાં હોય છે. આવા લોકો ગામે હાજર ન હોવાના કારણે મકાન નુકશાનીના સર્વે દરમિયાન બાકી રહી ગયેલા છે. અનેક લોકોનાં મકાન નુકસાનીના ફોર્મ ભરવાના બાકી રહી ગયા છે. ગામમાં આશરે 1000 જેટલા ફોર્મ નવાબંદર ગ્રામ પંચાયત ઓફીસ પર ભરાયેલા છે. કોઇ સહાયથી વંચિત ન રહી જાય તેવી રજુઆત નવાબંદર ગ્રામ પંચાયતના સોમવારભાઇ મજેઠીયાએ કરી છે.

અન્ય સમાચારો પણ છે...