તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માગણી:ખેતીમાં ઇજારદારો, ભાગિયા અને મજૂરોને પણ પેકેજ આપવા માંગ

ઊના6 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સૌરાષ્ટ્રના અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે આવેલા છે. તેમણે ઊના તાલુકાના મોઠા અને ઉમેજ ગામે અસરગ્રસ્તોની મુલાકાત લીધી હતી. જેમાં ઉમેજ ગામે શંકરસિંહ વાઘેલા, ધારાસભ્ય પુજાભાઇ વંશ, રાજુભાઇ ગટેચા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

શંકરસિંહ વાઘેલાએ તાઉ તે વાવાઝોડાને 20 દિવસ વિતવા છતાં ઊના તાલુકાના ઘણા ગામોમાં વિજપુરવઠો હજુ પૂર્વવત નથી થયો. એ સરકાર તરત ચાલુ કરાવે. વિજળી વગર લોકોને પીવાના પાણી માટેની પણ સમસ્યા સર્જાઈ છે. માલઢોર પણ તરસ્યા છે. સરકાર દ્વારા અસરગ્રસ્ત લોકોને મળતી કેશ ડોલમાં ભેદભાવ થતો હોઇ અસરગ્રસ્ત વિસ્તારોનો સર્વે કરાવી પ્રજાને પ્રજાના પૈસા આપે એમ જણાવ્યું હતું.

આ ઉપરાંત યુવા નેતા રસિકભાઇ ચાવડાએ શંકરસિંહ વાઘેલા સમક્ષ રજુઆત કરી હતી કે, આ જાહેરાતોમાં જે લોકોને ખરેખર નુકસાન થયું છે એવા ખેત મજૂરો, ભાગિયા, ઇજારદારોનો સમાવેશ કરાયો જ નથી. આ લોકોએ પોતાની મૂડીનું રોકાણ ખેતી માટે કર્યું હોય છે. અને ઇજારાઓ રાખ્યા હોય છે. ખેત મજૂરો ખેતીમાં ભાગ રાખી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે. ત્યારે વાવાઝોડાથી તેમને પણ ખૂબ જ આર્થિક નુકસાન થયું છે. જેથી તેઓનો પણ આ પેકેજમાં સમાવેશ કરાય એવી માંગણી કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...