માંગ:કૃષિ વિધાયકનો કાળોકાયદો તાત્કાલીક રદ્દ કરવા માંગણી

ઊનાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભારત સરકારે કૃષિ સબંધો ત્રણ કાયદાઓ લોકસભામાં પસાર કરી ખેડૂતોના હીતમાં નિર્ણય લીધો છે. આ કૃષિ ખરડાનો કોંગ્રેસએ વિરોધ નોંધાવી કાળાકાયદા કિશાન ખેત મજુરો વિરૂધ્ધ પસાર કરી દેશની હરીત ક્રાંતિ ખતમ કરવાના પ્રયાસ કર્યો છે તેવો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. કોંગ્રેસના બાલુભાઇ હિરપરા, ગુણવતભાઇ તળાવિયા સહિતનાએ આવેદન પત્ર પાઠવ્યું હતું. આવેદન પત્રમાં કહ્યું હતું કે, કોંગ્રેસ કૃષિ વિધાયકનો વિરોધ કરે છે. ભાજપે બહુમતીના જોરે આ બિલ પાસ કર્યું છે. 62 કરોડ કિસાન અને ખેતમુજરોની જીંદગી સાથે રમત રમી છે. આ કાળો કાયદો છે.

દેશભરમાં તેનો વિરોધ થઇ રહ્યો છે. આ બિલથી કૃષિ ઉપજ વેપાર અને વાણીજીયક સંવર્ધન કિશાન શસક્તિ કરણ કૃષિ સેવા વિધાયક અને આવશ્યક સુધારા વિધાયકના કારણે શાકભાજી બજાર, અનાજ બજાર, ખેતીવાડી ઉત્પાદન બજાર ઉપર તેની અસર પડશે. અને આ વિધાયકથી લધુતમ સમર્થન મુલ્ય ટેકાના ભાવ ખેડૂતોને મળશે કે કેમ અને કૃષિ પાકોની કિંમત પુરી મળશે નહી. જેના કારણે ખેડૂતોને ખેત મજુરોને મોટુ નુકસાન થશે. ખેડૂત વિરોધી બિલ તાત્કાલીક અસરથી રદ્દ કરવા માંગ છે.

અન્ય સમાચારો પણ છે...