તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગણી:આરોગ્યની આઉટસોર્સીગ એજન્સીના કોન્ટ્રાક્ટ રદ્દ કરી કર્મચારીઓની કાયમી નિમણુંક કરવા માંગ

ઊના2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોન્ટ્રાક્ટ એજન્સી સમયસર પગાર ન ચુકવી માત્ર શોષણ કરી રહી હોવાની ફરિયાદ
  • અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ મહામંત્રી એ હાઈકોર્ટનાં ચીફ જસ્ટિસને પત્ર લખ્યો

કોરોના વાઈરસ મહામારીના કપરા સમયમાં દર્દીઓની સેવા કરી રહેલા આરોગ્યના કર્મચારીઓ જે આઉટસોર્સિંગ એજન્સીના કોન્ટ્રાક્ટ ઉપર કામગીરી બજાવી રહ્યા છે. ત્યારે આ એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ કરી અને આઉટસોસિંગના તમામ કર્મચારીઓને સરકાર હસ્તક કરવામાં આવે અને સન્માનિત કરવાની માંગ સાથે અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા હાઈકોર્ટ અને રાજ્યપાલને લેખીત રજૂઆત કરી છે.

હાલમાં કોરોનાની મહામારીમાં છેલ્લા 1 વર્ષથી પણ વધુ સમયથી દિવસ-રાત પોતાની તથા પોતાના પરિવારની ચિંતા કર્યા વગર તેમજ રજાઓ લીધા વગર કોરોના દર્દીઓની સતત સેવા કરી રહ્યા છે. મોટા ભાગના કર્મચારીઓ આઉટસોર્સિંગ એજન્સી હસ્તક કામ કરી રહ્યાં છે. તેનાં કારણે આવી કપરી પરિસ્થિતિમાં પણ એજન્સીઓ કર્મચારીઓનું શોષણ કરી રહી છે. સમયસર ચુકવવામાં આવતો નથી અને પુરતો પગાર પણ મળતો નથી તેમજ અન્ય લાભો પણ મળતાં નથી.

ત્યારે રાજ્યના આરોગ્ય વિભાગની તમામ આઉટસોર્સિંગ એજન્સીના કોન્ટ્રાક્ટ રદ્દ કરી તમામને સરકાર હસ્તક સમાવેશ કરવામાં આવે અને તેમને સમયસર પગાર તેમજ સરકારના તમામ લાભો આપી કોરોના વોરિયર્સ તરીકે સન્માનિત કરવામાં આવે તેવી માંગ સાથે પ્રદેશ મહામંત્રી રસિકભાઈ ચાવડા દ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટેના ચીફ જસ્ટિસ અને રાજ્યપાલ સહિતનાને લેખિત રજુઆત કરી માંગણી કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...