તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ખેડૂતોના પાક ધીરાણ લેણાંની મુદત 1 વર્ષ સુધી ઓટો રીન્યુ કરવા માંગ

ઊના3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુદ્દત વધારી 30 જૂન,2022 સુધી કરી આપવા સીએમને રજૂઆત

તાઉતે વાવાઝોડાના કારણે ખેતીના ઉભા પાક અને બાગાયત પાકને તેમજ ખેડૂતોના મકાનોના નળીયા, પતરા, તેમજ માલઢોરને ભારે નુકસાન થયું છે. જેથી અસરગ્રસ્તોનો સર્વે કરવામાં આવી રહ્યો હતો. જે હાલ બંધ હોવાથી તાત્કાલીક શરૂ કરવા અને અસરગ્રસ્ત ખેડૂતોની પાક ધીરાણની મુદત વધારવા માંગણી કરાઈ છે. ઊના-ગીરગઢડા તાલુકામાં વાડી વિસ્તારમાં રહેતા લોકોને પારાવાર હાલકીનો સામનો કરી રહ્યા છે. પશુઓના પીવાના પાણીની સમસ્યા બિજી તરફ પાણી વગર ઘાસચારો ઉગાડી શકાય તેમ નથી. અને ખેતરમા રહેલો ઉભો પાક અને બાગાયતી પાક નિષ્ફળ થવા પામ્યો છે.

જેના કારણે ખેડૂતો આ લેણા ભરી શકે તેમ નથી. લેણાની મુદત વિતી ગય હોવાથી ખેડૂતોને વધુ વ્યાજ ભરવુ પડે છે. આથી તા.30 જુન 2021 લેણાની મુદત એક વર્ષ માટે ઓટો રીન્યુ કરી આપવા માંગ ઉઠી છે. પાક ધીરાણની મુદત વધારીને તા.30 જૂન,2022 સુધી કરી આપવા પૂર્વ જીલ્લા પંચાયત પ્રમુખ હરીભાઇ બોધાભાઇ સોલંકીએ મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી માંગણી કરીલ છે.

અન્ય સમાચારો પણ છે...