તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:ગિરગઢડાના વડવિયાળામાં દીપડાએ એક વર્ષના બાળકને ફાડી ખાધું

ઊના11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માતા-પિતા પાસે સુતું હતુ ત્યારેજ ઉઠાવી ગયો

ગિરગઢડા તાલુકાના વડવિયાળા ગામની સીમમાં રહેતા એક પરિવારના 1 વર્ષના બાળકને મોડી સાંજે એક દીપડો ઉઠાવી ગયો હતો. જોકે, બાળકના માતા-પિતા તેની બાજુમાંજ સુતા હોઇ તેઓ જાગી ગયા હતા. દરમ્યાન દીપડાએ 100 મીટર દૂર જઇ બાળકને ફાડી ખાધું હતું.ગિરગઢડા તાલુકાના વડવિયાળા ગામે સીમ વિસ્તારમાં રહેતા બીજલભાઇ પરમારનો પરિવાર મોડી સાંજે વાળુ કર્યા બાદ નિદ્રાધીન થયો હતો.

લાઇટ ન હોવાથી પતિ-પત્ની અને 3 બાળકો ઘરની બહાર દરવાજા પાસેજ સુતા હતા. દરમ્યાન રાત્રે 9 વાગ્યાના અરસામાં એક દીપડો આવી ચઢ્યો હતો. અને બીજલભાઇના 1 વર્ષના પુત્ર ગોપાલને ઉપાડ્યો હતો. દીપડાએ દાંત બેસાડતાંજ ગોપાલ જાગી ગયો હતો. અને રડવા લાગતાં બીજલભાઇ અને તેમના પત્ની પણ જાગી ગયા હતા.

દરમ્યાન દીપડાએ 100 મીટર દૂર જઇને ફાડી ખાધો હતો. જોકે, બીજલભાઇ ત્યાં પહોંચી જતાં દીપડો ગોપાલને ત્યાંજ મૂકીને નાસી ગયો હતો. બાળકને સરકારી દવાખાને ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...