લોકોમાં ફફડાટ:દીપડાએ ભેંસ અને વાછરડાનું મારણ કરી મિજબાની માણી

ઊના25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઊના પંથકનાં ગામોમાં અવાર-નવાર વન્ય પ્રાણીઓ ચઢી આવતા લોકોમાં ફફડાટ

ઊનાના ઉમેજ અને પાતાપર ગામમાં વન્યપ્રાણી સિંહ, દીપડા અવાર-નવાર ગામ તેમજ વાડી વિસ્તારમાં આવી ચડતાં હોવાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ત્યારે પાતાપર ગામના ખેડૂત શૈલેષભાઈ રામજીભાઈ વઘાસીયાની પાધરની વાડીમાં ઢોર વડીયામાં દીપડો આવી ચડતા ગાય, ભેંસ અને વાછરડા પર હુમલો કર્યો હતો.

ઉપરાંત ઉમેજ ગામની સીમમાં પણ એક સિંહએ રેઢિયાળ ગાયનું મારણ કર્યું હતું.આમ સિંહ દીપડા આંટાફેરી કરી મંગાપશુને ટાર્ગેટ બનાવી હુમલો કરી મારણ કરતા હોવાથી લોકોમાં ફફડાટ મચી ગયો છે. વનવિભાગ દ્વારા આ વન્યપ્રાણીને પાંજરે પુરવા આ વિસ્તારના લોકોની માંગણી ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...