દીપડાનો હુમલો:ગીરગઢડાના દ્રોણ ગામની મહિલા પર દીપડાએ કર્યો હુમલો

ઊના24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ઈજાગ્રસ્ત મહિલાને ઘટના સ્થળ પર 108 દ્વારા સારવાર

ગીરજંગલની બોર્ડરને અડી આવેલા ગામોમાં અવાર-નવાર વન્યપ્રાણીઓ આવી માનવ, પશ ઉપર હુમલો કરતા હોય છે. દરમ્યાન ગીરગઢડાના દ્રોણ ગામની મહિલા પર દીપડાએ હુમલો કરી બન્ને પગમાં નોર મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. ઘટનાને પગલે 108 દ્વારા તાત્કાલીક સારવાર આપવામાં આવી હતી.

એક માસ પહેલા દ્રોણ ગામે ખેતરમાં મજુરો સુતા હતા. ત્યારે દીપડાએ બેન-ભાઇ પર હુમલો કરી ઇજા કરી હતી. ત્યાં ફરી એકવાર દ્રોણ ગામમાં રહેતી મહિલા ધનીબેન સોમતભાઇ જોળીયા પોતાના મકાનની ઓસરીમાં સુતા હતા. તે સમયે મોડી રાત્રીના નિંદ્રાધીન મહિલા પર દિપડાએ હુમલો કરતા રાડારાડ કરવા લાગતા આજુબાજુમાં રહેતા લોકો જાગી જતાં દીપડો ત્યાથી નાશી છુટ્યો હતો. ઘટનાને પગલે રહીશોએ તાત્કાલીક 108ને જાણ કરતા ગીરગઢડા 108ના કર્મી ઈએમટી જગદિશ મકવાણા અને પાયલોટ ધનસુખ વાજા ઘટના સ્થળે પહોંચી ગયા હતા. દિપડાએ મહીલાના બંન્ને પગમાં નોર મારી દેતા લોહીલોહાણ હાલતમાં કરી દેતાં પ્રાથમિક સારવાર આપી લોહી નિકળતું બંધ કરી અને વધુ સારવાર માટે ગીરગઢડા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતા. આમ અવાર-નવાર આ વિસ્તારમાં દીપડાની રંજાડને લીધે માનવ જીંદગી પર જોખમ હોય જેથી વનવિભાગ દ્વારા તાત્કાલીક દીપડાને પાંજરે પુરવાં આ વિસ્તારના લોકોની માંગણી ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...