દુર્ઘટના:સૈયદ રાજપરાની નદીમાં ખલાસીનું ડુબી જતાં મોત

ઊનાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઊના તાલુકાના સૈયદ રાજપરા ગામના હંસાબેન નિલેશભાઇ બાંભણીયાની જયસિકોતેરમાં નામની બોટ તા.26 ના દરીયામાં 8 ખલાસીઓ સાથે ફીસીંગ કરવા ગયેલ. અને દરીયામાં માછીમારી કરી આજે સવારે પરત આવતી હતી. એ દરમ્યાન સૈદર રાજપરાની જેટી થી 800 મીટર દૂર દરીયાના પાણીમાં અચાનક બોટનું એન્જીન બંધ થઇ જતાં અન્ય બોટના માછીમારો દ્વારા બંધ પડેલ બોટને કાંઠે લઇ આવતા હતા. ત્યારે ભારે પવન વરસાદ સાથે દરીયાના ઉંચા મોજા ઉછળવા લાગેલ હતા. ત્યારે બોટમાં પાણી ભરાઇ જતાં બોટ જળસમાધી લીધી હતી. ત્યારે બોટમાં રહેલા ખલાસી પોતાનો જીવ બચાવવા દરીયાના પાણીમાં કુદવા લાગેલ ત્યારે સાત ખલાસીઓનો આબાદ બચાવ થયેલ જ્યારે એક માછીમાર ખલાસી રમેશભાઇ ભગવાનભાઇ બાંભણીયા ઉ.વ.35 દરીયામાં ગરકાવ થઇ જતાં તેમનું મોત નિપજેલ હતું. જોકે દરીયાના પાણીમાં ડુબી જતાં તરવૈયાઓ દ્વારા શોધખોળ કરવામાં આવેલ અને ચાર કલાકની જહેમત બાદ રમેશભાઇ નો મૃતદેહ મળી આવેલ હતો. જોકે દરીયામાં ખલાસીનું ડુબી જવાથી મોત થતા માછીમારોમાં અરેરાટી ફેલાયેલ હતી. અને મૃતકના પરીવારજનોમાં શોકની લાગણી ફેલાય હતી. ચાર કલાક બાદ માછીમારનો મૃતદેહ મળી આવતા ઊના સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવેલ હતો.

અન્ય સમાચારો પણ છે...