તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પર્દાફાશ:ગીરગઢડાનાં શાણાવાંકિયામાં તાઉ તે વાવાઝોડાને લીધે મોત, છત્તાં નીલ રિપોર્ટ

ઊના15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વહિવટીતંત્રની બેદરકારીનો ધારાસભ્યે પર્દાફાશ કર્યો

ગિરગઢડાના શાણાંવાકિયા ગામે ગરીબ પરીવારના ઘર પાસે ઉભો કરાયેલા મોબાઈલ ટાવરની ડીસ્ક ધડાકાભેર તૂટી પડી હતી. જેમાં એક મહિલાને ગંભીર ઈજા થતાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું હતું. આમ છતાં શાણાંવાકિયામાં સર્વે કરનાર કર્મચારીએ વાવાઝોડામાં કોઈ મૃત્યુ ન થયાનો રીપોર્ટ તાલુકા પંચાયતને કર્યો હતો. 14 દિવસ પછી શાણાવાંકિયાની મુલાકાતે આવેલા ધારાસભ્ય પુંજાભાઈ વંશને એવી હકીકત જાણવાં મળી હતી કે, ગત 18 મે નાં રોજ ભારે પવન સાથે ફૂંકાયેલા વાવાઝોડાનાં કારણે શાણાંવાકિયા ગામે મોબાઈલના ટાવરની ડીસ્ક તૂટી બાજુમાં આવેલા મકાન પર પડી હતી.

આથી મકાનની છત તૂટી પડતાં મકાનમાં રહેલા ભાનુબેન કોટડિયાને ગંભીર ઈજાઓ થઇ હતી. તેમનું ટૂંકી સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આમ છતાં ગામમાં સર્વે કરનારા કર્મચારીઓની બેદરકારીનાં કરણે તંત્રના અધિકારીઓએ તપાસ પણ ન કરી. અને ઘટના ઉપર પરદો પડી ગયો હતો.

મૃતકના પરીવારની રજુઆત સાંભળતા ધારાસભ્ય પુંજાભાઈ વંશે ગિરગઢડા મામલતદારને ફોન કરી સમગ્ર ઘટનાની જાણકારી આપી તાત્કાલીક ગિરગઢડા ટીડીઓ અને મામલતદાર જાતે તપાસ કરીને સર્વે કરે અને મૃતકના પરીવારને સરકારે નક્કી કરેલ ધારાધોરણ મુજબ રૂ. 4 લાખની સહાય આપે એવી માંગણી કરી હતી. સાથે ખોટો રીપોર્ટ કરનાર સરકારી કર્મચારી સામે તપાસ કરીને પગલાં ભરવા પણ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...