તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:ઊનાની આનંદનગર સોસાયટીમાં 1 મહિનાથી અંધારા

ઊના3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરથી 3 કિમી દુર 25 પરિવારો વન્યપ્રાણીના ભય હેઠળ જીવે છે

ઊનાથી 3 કિમી દૂર દેલવાડા રોડ પર આવેલી આનંદનગર સોસાયટીના રહીશોને વાવાઝોડાને 28 દિવસ વિતી જવા છત્તાં હજુ વિજળી વિના જ રહેવું પડે છે.ઊનાથી 3 કિમી દૂર દેલવાડા રોડ પર આવેલી આનંદનગર સોસાયટીના 118 પ્લોટમાં 25 પરીવારો રહે છે. આ સોસાયટીની આસપાસ ગીચ ઝાડી વચ્ચેથી રેલ્વે લાઇન પણ પસાર થાય છે. સોસાયટી નજીક શાળા કોલેજ અને નેશનલ હાઇવે પણ પસાર થતો હોઇ અહીં નવા બાંધકામો પણ આકાર લઇ રહ્યા છે.

અહીંના રહીશોને વાવાઝોડાને લીધે થાંભલા, ટીસી, વાયર પડી જવાથી પાવર સપ્લાય નથી મળતો. બાજુમાંથી પસાર થતી જ્યોતિગ્રામ યોજનાની લાઇનમાંથી પણ પાવર નથી અપાતો. આથી અહીંના લોકોએ વન્ય પ્રાણીઓના ભય હેઠળ જીવવું પડે છે. પાણી જેવી જીવન જરૂરી વસ્તુ પણ વિજળીના અભાવે ખરીદવી પડે છે. આથી અહીંના લોકોને કામ ચલાઉ જ્યોતિગ્રામની લાઇનમાંથી વીજ પુરવઠો મળી રહે એ માટે ઊના વિજ કચેરીને આદેશ આપવા માંગ ઉઠી છે.

વાડી વિસ્તારના કનેક્શન છે
આનંદનગર સોસાયટી અને ગિરગઢડા રોડ પર જેતે વખતે એજી વિસ્તારના કનેક્શન આપ્યા હતા. અહીં વસવાટ કરતાં લોકોએ જ્યોતિગ્રામ હેઠળ અથવા સીટી ફિડરના કનેક્શન માટે માંગણી કરી છે.

દરવાજા સતત બંધ રાખવા પડે છે

અહીં વારંવાર સિંહ, દિપડા જેવા વન્યપ્રાણી ઘૂસી આવતા હોવાથી નાના બાળકો, વૃદ્ધો, મહિલાઓએ ભય હેઠળ પરીવારોને મકાનના દરવાજા બંધ કરી રહેવું પડે છે. > ઇલાબેન વિસનગરા

​​​​​​​જ્યોતિગ્રામનું કનેક્શન હોવું જોઇએ

આ સોસાયટીમાં ખરેખર ખેતીવાડી કનેક્શનની જગ્યાએ જ્યોતિગ્રામ યોજના હેઠળનું કનેક્શન હોવું જોઇએ. અમે વાવાઝોડા બાદ છેલ્લા 30 દિવસથી હેરાન થઇ રહ્યા છીએ. > ડાયાભાઇ બાંભણિયા, નિવૃત્ત આચાર્ય

અન્ય સમાચારો પણ છે...