તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:વાવાઝોડા બાદ વિજળીના અભાવે વાવેલા પાક સુકાયા

ઊના22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સનખડામાં હજુ સુધી વિજપુરવઠો પૂર્વવત નથી થયો
  • જનરેટરના એક કલાકના 600 પોસાય તેમ નથી : ખેડૂત

ઊના ગીરગઢડા પંથકમાં તાઉતે વાવાઝોડા બાદ સમગ્ર પંથકમાં વિજપુરવઠો ખોરવાય ગયો હતો. પરંતુ હજુ સુધી વાડી વિસ્તારમાં વિજપુરવઠો આજ દીન સુધી શરૂ ન કરાતા અને ચોમાસું ખેંચાતા ખેતરમાં ઉભા પક સુકાવા લાગતા ખેડૂતોની હાલત કફોડી બની છે. સનખડા ગામે વાવાઝોડાના કારણે વિજપોલ વાયર સહીત ધરાશાઇ થયા હતા. વાવાઝોડાને ત્રણ મહિનાથી વધુ સમય થઇ ગયો હોવા છતાં આજદીન સુધી ખેતીવાડી વિજ પુરવઠો શરૂ કરાયો નથી.

ત્યારે ખેડૂતોએ વાવેતર કરેલ શાકભાજી કોબી, રીંગણા, પશુ માટેનો ધાસચારો ઉભો હોય તેને બચાવવા પાણીની જરૂરીયાત પડતી હોવા છતાં આજદીન સુધી પીજીવીસીએલ દ્વારા ખેતી વાડી વિજપુરવઠો શરૂ ન થતાં ખેડૂતોની હાલત દયનિય બની છે. જેથી પીજીવીસીએલ દ્વારા પાક બચાવવા તાત્કાલીક ખેતીવાડી વિજપુરવઠો શરૂ કરવા ખેડૂતોની માંગણી ઉઠવા પામી છે.

તાત્કાલીક વિજ પુરવઠો શરૂ કરો
તાઉતે બાદ ખેતીવાડી વિજપુરવઠો શરૂ ન થતાં ખેતી પાક શાકભાજી, મુંગાપશુ માટેનો ધાસચારોને પાણી પાવા માટે જનરેટર એક કલાકના રૂ.600 લે છે. તે પોસાય તેમ ન હોવાથી તાત્કાલીક ખેતીવાડી વિજપુરવઠો શરૂ કરો

અન્ય સમાચારો પણ છે...