નુકસાન:ઊના તાલુકાનાં ગામોમાં મગફળી સહિતનાં પાકને ભારે નુકસાન થયું

ઊના11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બુધવારે પડેલા વરસાદનાં પગલે ખેતરોમાં પાણી ભરાયા

ઊના તાલુકાનાં સામતેર, સનખડા, ઉમેજ, પાતાપર, નંદરખ, નેસડા, કાંધી, પડા, નાના સમઢીયાળા સહીત ગામોમાં ભારે વરસાદ પડતા ખેતરોમાં ગોઠણ ડુબ પાણી ભરાતા ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું છે. ઉમેજ ગામના શિવાભાઈ ગેલાની ખેડૂતના 20 વિઘાની જમીનમાં મગફળીના પથરા હતા. ખેતરમાં ગોઠણ ડુબ પાણી ભરાય જતાં તૈયાર થયેલ મગફળીના પાથરા પાણીમાં તરતા જોવા મળ્યાં હતા.

આ ઉપરાંત પાતાપર ગામના ખેડૂત પ્રદિપભાઇ કાકુભાઇ છોડવડીયાના ખેતરમાં તુવેર તેમજ મકાઇનો પાક ઉભો હતો તેને પણ નુકસાન થયું હતું.ઊના તાલુકાના અનેક ગામોમાં ખેડૂતોએ મગફળી કાઢવાની શરૂઆત કરી હતી, પરંતુ બુધવારે અચાનક વરસાદ આવી પડતાં ખેડૂતો ઉપર મોટી આફત આવી પડી હતી.

અન્ય સમાચારો પણ છે...