માછીમાર મુક્ત:પાક. જેલમાં કેદ ઊના તાલુકાનાં નવાબંદરનો માછીમાર મુક્ત થયો

ઊના2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પિતાનાં નામમાં ભૂલ હોવાને કારણે 4 વર્ષથી જેલમાં કેદ

ઊના તાલુકાનાં નવાબંદર ગામના માછીમારની બોટ સહિત સાત ખલાસીને બંદી બનાવી પાક જેલમાં કેદ કર્યા હતા. જેમાનાં 6 માછીમારોને મુક્ત કરાયાં હતા. પરંતુ એક ખલાસીના પિતાના નામમાં ભૂલ હોવાને કરણે ચાર વર્ષબાદ મુક્ત કરાયો છે. નવાબંદર ગામના માછીમાર બાબુભાઈ બાંભણિયા નિઝામુદ્દીન 1 નામની બોટમાં ખલાસી તરીકે કામ કરતા હતા. વર્ષ માર્ચ-2017માં પાકિસ્તાન મરિન સિકયુરિટી ગાર્ડ દ્વારા આ બોટ સહિત 7 વ્યક્તિને બંદી બનાવી જેલમાં કેદ કર્યા હતા.

સજા પૂર્ણ થતાં આ માછીમાર સિવાય તમામ 6 માછીમારને મુક્ત કરાતા વર્ષ 2018 માદરે વતન પહોંચ્યાં હતાં. પરંતુ બાબુભાઈના પિતાના નામામાં ભૂલ હોવાને લીધે મુક્ત કર્યા ન હતા. તેણે પરિવારને પત્ર લખ્યો ત્યારે ખબર પડી કે પાકિસ્તાન જેલમાં તેમનાં પિતાનું નામ ભૂલથી કરશનભાઈની જગ્યાએ કિશનભાઈ લખાઇ ગયું હોવાથી તેમને મુક્ત કરવામાં આવ્યા નથી.

આમ ઊનાના યુવા આગેવાન રસિકભાઈ ચાવડા અને રાજુલાના અજય શિયાળને આ વાતની જાણ થતાં તેવોએ પરિવારનો સંપર્ક કરી તેની ફાઈલ તથા જરૂરી ડોક્યુમેન્ટનો અભ્યાસ કરી રાષ્ટ્રપતિ તથાં ભારતીય હાઈ કમિશન ઈસ્લામાબાદ, વિદેશ મંત્રાલય, વિદેશ મંત્રીનાં કાર્યાલય તથા ફિશરીઝ કમિશ્નર ગાંધીનગર સહિતના વિભાગોને રજૂઆત કરી હતી.

આ રજૂઆત જુલાઈ વર્ષ 2020માં કરાતા અને ફક્ત 15 દિવસ જેવા ટૂંકા ગાળામાં પત્રોનો હકારાત્મક જવાબ મળ્યો હતો. ત્યારબાદ માછીમારનાં પિતાનું નામ ગૃહ મંત્રાલય દ્વારા સુધારી લીધું હતું અને અન્ય જરૂરી કાર્યવાહી પૂર્ણ કરી હતી. ત્યરબાદ માછીમાર બાબુભાઈ બાંભણીયા પણ મુક્ત થઈ માદરે વતન પરત આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...