ઊના એડીશ્નલ ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ ઊના કોર્ટ દ્વારા ઊના પોલીસ સ્ટેશનના એક ગુનામાં ફરાર 3 આરોપીઓને હાજર થવા જાહેરનામું બહાર પાડ્યું છે. પકડ વોરંટ પરત ફર્યા બાદ કોર્ટે આ હુકમ કર્યો છે. ઊના પોલીસમાં ગત વર્ષે મૌલિકસિંહ ઉર્ફે મુન્નાબાપુ રણમલસિંહ વાઢેર (રે. સિદ્ધપુર), પ્રકાશભાઇ ચતુરસિંહ ઝાલા (રે. નવાગામ, તા. હિંમતનગર) અને ભરતજી શિવુભા ચૌહાણ (રે. પળી, તા. ઊંઝા) સામે આઇપીસીની કલમ 394, 34, 120 (બી) હેઠળ ગુનો નોંધાયો હતો.
તેઓને તાjરીખ 18 એપ્રિલ 2022 ના રોજ ઊના પોલીસ મથકમાં હાજર થવા જાહેરનાનું બહાર પાડ્યું છે. આ શખસો સામે કાઢેલા ધરપકડના વોરંટ એવા શેરા સહિત પાછા આવ્યા છેકે, તેઓ મળી આવતા નથી. આથી તેઓ ફરાર હોવાનું પ્રતિત થયું છે. આથી તેઓને સામેથી હાજર થવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.