તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વેક્સિનેશન:ઊના શહેર, તાલુકામાં 1986 લોકોને કોરોના વેક્સિન અપાઈ

ઊના18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રાજ્યમાં બીજા ચરણમાં કોરોના વેક્સિનેશન કાર્યક્રમની શરૂઆત : તાલુકા હેલ્થ કેન્દ્ર, હોસ્પિટલેે કોરોના વેક્સિનેશન બુથો શરૂ કરાયા

સમગ્ર દેશમાં કોરોના સામેની લડાયમાં સૌથી મોટા વેક્સીનેશન રસીકરણના અભિયાનનો પ્રારંભ કરેલ અને પ્રથમ દિવસ થી આજ સુધી ગીર સોમનાથ જિલ્લાના ઊના તાલુકામાં તાલુકા બ્લોક હેલ્થ ઓફીસર દ્વારા વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બૂથોમાં 1143 જેટલા કર્મચારી ઓને રસી આપેલ હતી. જ્યારે અર્બન હેલ્થ ઊના શહેરી વિસ્તારમાં 743 કર્મચારીને આ રસીકરણ કરાયું છે. આમ કુલ 1986 લોકોએ યાદી મુજબ વેક્સીનેશન લીધુ હતું. અને પોતે સંમતિ પત્ર ભરેલ હતા.

આ કોરોના વેક્સીન કરાવનાર પ્રથમ હેલ્થ વર્કર, પોલીસ ડિપાર્ટમેન્ટ, મામલતદાર નિનામા તેમજ જિલ્લા આરોગ્ય અધિકારી ડો.બામરોટીયા, બ્લોક હેલ્થ ઓફીસર, ડો.પંપાણીયા, ડો. પઢીયાર સહીતના અધિકારી હોમગાર્ડ જવાનો પણ કોરોના વેક્સીન લઇ સંક્રમણ ધટાડવા લોકોને જાગૃત કર્યા હતા. વેક્સીન રસીકરણ કર્યા બાદ કોઇપણ કર્મચારી અધિકારીને આડઅસર થવા પામેલ ન હોવાથી સફળ આ વેક્સીન લોકો લેવા આગળ આવે તેવું સર્વે વેક્સીન લેનાર અધિકારી અને કર્મચારી તમામ તાલુકા હેલ્થ કેન્દ્ર બુથ તેમજ સરકારી હોસ્પીટલો ખાતે રસીકરણ બુથો ઉભા કરાયા છે.

વિસાદરમાં બીજા ચરણમાં કોવિડ વેક્સિનેશન શરૂ કરાયું
વિસાવદર તાલુકામાં તાલુકા બ્લોક હેલ્થ કચેરી દ્વારા બીજા ચરણમાં કોવિડ વેક્સીનેશન સેશનમાં વિસાવદર પ્રાંત અધિકારી ડી.વી. વાળા તેમજ પ્રાત કચેરી, મામલતદાર કચેરી, પોલીસ, હોમ ગાર્ડ, જીઆરડી જેવા તમામ કર્મચારીઓને વેકસીન આપવામાં આવી હતી. વિસાવદર તાલુકા હેલ્થ ઓફીસર ડો.એસ.એસ. જાવીનાના માર્ગદર્શન હેઠળ વિસાવદર તાલુકામાં એકી સાથે 6 સ્થળો પર કોરોના વેક્સીનેશન ચાલી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો