તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના રસીકરણ:ઊનામાં આજથી ત્રણ દિવસ સુધી કોરોના રસીકરણ અભિયાનનો પ્રારંભ

ઊના2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઊનામાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાએ માથું ઉચકતા કેસમાં નોધપાત્ર વધારો જોવા મળ્યો છે. અને લોકોમાં કોરોના વેક્સિન અંગે જાગૃતતા આવે તેવા શુભ હેતુથી નગર પાલીકાના પૂર્વ પ્રમુખ કે.સી.રાઠોડ દ્વારા આગામી ગુરૂવાર થી શનિવાર ત્રણ દિવસીય વેક્સિનેશનનું આયોજન કરાયું છે.

શહેરમાં શીશુભારતી સ્કુલં નજીક આવેલ આઉટડોર ઇનડોર સ્ટેડીયમમાં કોરોના રસીકરણ અભિયાન યોજાશે. જેનો પ્રારંભ સવારે 10 થી સાંજના 4 કલાક સુધી અર્બન હેલ્થ સેન્ટર દ્વારા રસી આપવામાં આવશે. જેમાં 45થી વધુ વયના લોકોએ રસીકરણ અભિયાનમાં રસી લઈ શકશે. રસી લઇ કોરોનાને પરાસ્ત કરવા અપીલ કરી છે. સાથોસાથ દો ગજ કી દૂરી અને માસ્કનો ઉપયોગ કરવા પણ અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો