તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના બેકાબૂ:મામલતદાર કચેરીમાં સર્કલ ઓફિસર અને ઓપરેટરને કોરોના

ઊનાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સીંગ સાથે કામ ચાલુ જ રહેશે

ઊના મામલતદાર કચેરીમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારના અરજદારો વિવિધ કામગીરી અંગે મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હોય છે. ત્યારે છેલ્લા 2 દિવસથી એક પછી એક કચેરીના 2 કર્મચારીઓને કોરોના પોઝીટીવ આવ્યો છે. મામલતદાર કચેરીના સર્કલ ઓફીસર એસ. એચ. સંગાડા તેમજ કોમ્પ્યુટર ઓપરેટર અલ્પેશભાઇ સોલંકીનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવતા તમામ કર્મચારી તેમજ અરજદારોની આરોગ્યની સલામતીને ધ્યાને રાખી મામલતદાર દ્વારા જીલ્લા કલેક્ટરને રીપોર્ટ કરી કચેરીમાં વિવિધ સરકારી સેવાઓની કામગીરી બંધ રાખવા અંગે જાણ કરાઇ હતી. જ્યારે જીલ્લા કલેક્ટર દ્વારા હાલ સરકારી કામગીરી ચાલુ રાખવા જણાવી ફરજિયાત માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ સહિતના નિયમોનુ પાલન કરી કામગિરી ચાલુ રાખવામાં આવશે એમ મામલતદાર કે. એમ. નિનામાએ જણાવ્યું હતું.

ઊના અને ગિરગઢડામાં 340 કોરોના પોઝિટીવ નોંધાયા
અત્યાર સુધીમાં ઊના તાલુકામાં 237 અને ગીરગઢડા તાલુકામાં 103 કોરોના પોઝિટીવ કેસ નોધાયા છે. આ રીતે આ બંને તાલુકામાં કુલ કોરોના પોઝિટીવ કેસની સંખ્યા 340 નોંધાઇ છે.

અન્ય સમાચારો પણ છે...