તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના:કોરોનાએ ફરી માથું ઉચક્યું,ઊનામાં 45 દિવસ બાદ 1 પોઝિટિવ કેસ નોંધાયો

ઊના6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવાન ટુર્નામેન્ટમાં સિલેક્ટ થતાં રિપોર્ટ કરાવ્યો અને પોઝિટીવ આવ્યો

કોરોનાના કેસમાં ધટાડો થયા બાદ ફરી કોરોના પોઝીટીવ કેસ ધીમે-ધીમે બહાર આવતા જોવા મળી રહ્યા છે. ત્યારે ઊના શહેરમાં છેલ્લે 31 જાન્યુ.ના કોરોનો કેસ બહાર આવ્યો હતો. ત્યાર બાદ 45 દિવસ સુધી શહેરમાં એકપણ કોરોના પોઝીટીવ કેસ સામે આવ્યો ન હતો.

આજે 45 દિવસ બાદ એક યુવકને કોરોના પોઝિટીવ આવતા આરોગ્ય તંત્રમાં ચિંતા જોવા મળી છે. ઊના શહેરમાં રહેતો અને સ્વામીનારાયણ સ્કુલમાં ધો.9માં અભ્યાસ કરતા 14 વર્ષના વિદ્યાર્થી એકાદ કાત્રે સ્કુલ જતો હતો. અને કેન્દ્ર શાસીત દિવ ખાતે ટુર્નામેન્ટ મેચમાં ભાગ લીધો હોય તેમાં સીલેક્ટ થતાં રાજકોટ ખાતે રમવા જવાનો હોય તે પહેલા કોરોના ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝીટીવ હતો. જો કે ઊના હર્બન સેન્ટરના ડો. પંપાણીયાએ જણાવેલ કે હાલ આ યુવકને કોઇ લક્ષણ જણાતા ન હોય પરંતુ કોરોના ટેસ્ટ કરતા પોઝીટીવ આવેલ હોવાનું જણાવેલ હતું. ઊનાના આમોદ્રા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ગામના 60 વર્ષ થી ઉપરના 119 તેમજ 45 થી 60 વર્ષ સુધીના ડાયાબિટીસ, બી. પી. વગેરે રોગ ગ્રસ્ત 20 મળીને કુલ 139 નાગરિકોને કોરોના રસી આપવામાં આવી રહી છે. રસી સૌ પ્રથમ ગામના સરપંચ ગોપાલભાઈ જાદવએ લઈને રસીકરણ કરાવવા ગ્રામજનોને પ્રેરણા આપી હતી.

અન્ય સમાચારો પણ છે...