તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:ઊનાના નાથળ ગામની જમીનમાં કેસરિયાનું સ્મશાન બનાવાતાં વિવાદ

ઊના22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છાપરીના ખાતમુહૂર્ત બાદ કામ શરૂ થતાં વિરોધ

ઊના તાલુકાના નાથળ ગામના ખેડૂતો દ્વારા કેસરિયા ગ્રામ પંચાયત સર્વે નં. 58 પૈકીમાં સ્મશાન બનાવવા સામે વિરોધ નોંધાવ્યો છે. જેમાં કોઇ જાતની મંજૂરી લીધા વિનાજ સ્મશાન બનાવવાની શરૂઆત કરાયાનું અને એ જમીન નાથળ ગામના માલિકીના ખેતર ધરાવતા ભાઇ ભાગની વહેંચણીની જમીન હોવાનું જણાવ્યું છે.

સાથે ત્યાં કાયમી રહેણાંક મકાનો, સ્કુલ આવેલી છે. ત્યાં સ્મશાન બનાવાય તો અંતિમક્રિયા દરમ્યાન ધુમાડાના કારણે ત્યાં રહેતા લોકોના આરોગ્યને નુકસાન કર્તા બને એમ છે. વળી આરોગ્ય અને પ્રાંત, મામલતદાર, પોલીસ સહિતના અભિપ્રાયો લીધા વિના કામ કરાઇ રહ્યું છે. તે રોકવામાં ન આવે તો આંદોલનની ચિમકી પણ અપાઇ છે. } તસવીર - જયેશ ગોંધીયા​​​​​​​

અન્ય સમાચારો પણ છે...