તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોનાનો કહેર:ગીરગઢડા પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ કોરોના પોઝિટીવ

ઊના2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સીમર સીએચસીમાં લેબ ટેક્નિશ્યન મહિલાને કોરોના

ઊના ગીરગઢડા તાલુકામાં કોરોનાનો કહેર વર્તાય રહ્યો છે. અને દિનપ્રતિદીન વધારો થઇ રહ્યો છે. ત્યારે ઊના શહેરમાં વધુ એક પોલીસ કોસ્ટેબલને કોરોના પોઝિટીવ આવ્યો હતો. ગીરગઢડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને આર્શિવાદ સોસાયટીમાં રહેતા અને મૂળ ભાવનગરના પોલીસ કોસ્ટેબલને તા.9 જુલાઇના તાવ આવતા ઊના સરકારી હોસ્પિટલમા સારવાર માટે ગયેલ ત્યારે કોરોના સેમ્પલ લેવામાં આવેલ હતા. અને ગત રાત્રીના કોરોના પોઝિટીવ રીપોર્ટ આવતા ભયનો માહોલ ફેલાયેલ છે. જોકે પો.કો.ની કોઇ હિસ્ટ્રી નથી.

આ ઉપરાંત સૈયદ રાજપરા ગામે રહેતા અને સીમર સીએચસી આરોગ્ય કેન્દ્ર ખાતે લેબ ટેકનીશ્યન માં ફરજ બજાવતા મહીલા કર્મચારીને કોરોના પોઝિટીવ આવતા આરોગ્ય વિભાગ માટે ચિંતાનો વિષય બની ગયેલ છે. જોકે આ મહીલા લેબમાં કામ કરતા હોય જેથી દર્દીઓના સેમ્પલ લેતા હોવાનું જાણવા મળેલ છે. તેમજ ગીરગઢડાના અંબાડા ગામે એક વ્યક્તિને પણ કોરોના પોઝિટીવ આવતા હાલ શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે ભયનું વાતાવરણ ફેલાયેલ છે. ત્યારે હવે લોકોએ માસ્ક તેમજ સોશ્યલ ડિસ્ટન્સ રાખવું જરૂરી છે. આમ, હાલ કોરોના બેકાબુ બની રહ્યો હોઇ સતત નવા કેસ સામે આવી રહ્યાં છે.

કોડીનાર પંથકમાં 24 કલાકમાં 6 કેસ
કોડીનાર ગઈકાલે કડોદરા ગામે સુરતથી આવેલ પતી -પત્નીને કોરોના બાદ ફાચરિયા ગામે 35 વર્ષના પુરૂષ તથા કોડીનાર સીટીમા કૃષ્ણનગર વાડી વિસ્તારમાં 27 વર્ષીય પુરૂષ તથા સરદાર નગર ખાતે 70 વર્ષીય મહિલા તથા આનંદનગર પાસે 50 વર્ષીય પુરૂષને કોરોના પોઝિટીવ આવતા તંત્ર દ્વારા સિવીલ હોસ્પિટલ ખાતે રવાના કરવામાં આવ્યા છે. હાલ કોરોના કેસ વધતા હોય જેની સામે નગરપાલિકા હોદ્દેદારો કોડીનાર મામલતદાર તથા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હરીભાઇ વિઠલાણી દ્વારા લોકોને તકેદારી રાખવા માસ્ક પહેરવા તથા સોશ્યલ ડીસટન્ટ રાખવા બીન જરૂરી બહાર નીકળવા રજુઆત કરવામાં આવી છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો