તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:ઊનાના પાતાપુરના શખ્સ સામે દુષ્કર્મની ફરિયાદ

ઊના3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રેમજાળમાં ફસાવી 5 માસમાં જુદા જુદા સ્થળે શિયળ લૂંટ્યું

ઊનાના પાતાપુર ગામના શખ્સે ગામનીજ યુવતીને પાંચેક માસ પહેલા પ્રેમજાળમાં ફસાવી બાવળની ઝાડીમાં લઇ જઇ લગ્નની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ યુવતીએ નોંધાવી છે. આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ, ગંભીર જીણા ભાલિયા (રે. પાતાપુર) ગામનીજ એક 20 વર્ષિય યુવતી સાથે પાંચેક મહિના પહેલાં પ્રેમસંબંધ બાંધ્યો હતો.

બાદમાં પાતાપુર ગામમાં તેમજ ભાચા ગામના રસ્તા પર આવેલા વાડી વિસ્તારમાં બાવળની ઝાડીમાં તેમજ અલગ અલગ જગ્યાએ બોલાવી લગ્ન કરવાની લાલચ આપી અવારનવાર શરીર સંબંધ બાંધ્યો હતો.આ શખ્સે ભોગ બનનારને ઘેર જઇ જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી તમને બધાને મારી નાખવા છે એમ કહી ધમકી આપી હતી. આ અંગે ભોગ બનનાર યુવતીએ ઊના પોલીસમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...