તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:5 વ્યક્તિ મૃત્યુ પામ્યા પછી કેસ થયાનું ખુલતા વિજ કંપનીનાં 11 સામે ફરિયાદ

ઊના20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગીરગઢડા તાલુકાનાં પાંચ વ્યક્તિ સામે વિજ અધિકારીએ પાવર ચોરી, ઠગાઇનો કર્યો હતો કેસ
 • દસ્તાવેજ અને સોગંદનામા કોર્ટની તપાસમાં બનાવટી સાબીત થયા
 • 15 વર્ષ પહેલાં મૃત્યું પામેલા સામે પણ કેસ ઉભો કર્યો હતો

પીજીવીસીએલનાં અધિકારી અને કર્મચરીઓએ ગીરગઢઠા તાલુકાનાં પાંચ વ્યક્તિ સામે કોર્ટમાં પાવર ચોરી અને ઠગાઇનો કેસ કર્યો હતો. પરંતુ કોર્ટે તમામને કોર્ટમાં હાજર રહેવા નોટીસ ઇસ્યુ કરી હતી. ત્યારે બહાર આવ્યું કે જેની સામે કેસ કરવામાં આવ્યો છે, તે તમામ લોકો મૃત્યુ પામ્યાં છે. ખોટા દસ્તાવજ અને સોગંદનામા હોવાનું તપાસમાં સામે આવતા કોર્ટે પીજીવીસીએલનાં 11 અધિકારીઓ અને કર્મચારીઓ સામે પોલીસ ફરિયાદ કરવાનો આદેશ કર્યો હતો. આદેશનાં પગલે રજીસ્ટારે ગીરગઢઠા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

પીજીવીસીએલના અધિકારીઓએ તારીખ 17 ડિસેમ્બર 2012ના મૃત્યુ પામેલા જીણાભાઇ વિરાભાઇ જેઠવા (રહે. વેળાકોટ વાળા )સામે તા. 11 મે 2016ના વિજચેકિંગ દરમિયાન હયાત બતાવી તેમની કાર્યવાહી અંગેના ખોટા દસ્તાવેજો ઉભા કરી ખોટા ઇરાદાથી સોગંદનામા કરી કોર્ટને ગેરમાર્ગે દોરી દિવાની કેઇસ નં.194/19 કેઇસ દાવો કરી રૂ.17,151 મૃતક સામે ઠગાઇ અંગેનો કેસ દાખલ કર્યો હતો. દ્રોણ ગામના ગોલણભાઇ લખમણભાઇ સાંખટ 7 વર્ષ પહેલા મૃત્યુ પામેલા હોય તેની સામે તા.17 માર્ચ 2020 ના પાવર ચોરીનો કેઇસ નોધી રૂ.38,93,8922.66 ની ઠગાઇનો કેસ બનાવેલો હતો.

તેમજ દ્રોણ ગામના ભુરાભાઇ વિરાભાઇ રાઠોડ પંદર વર્ષ પહેલા મૃત્યુ પામેલા હોય તેની સામે તા.25 જુન 2014ના રોજ ચેકિંગ દરમિયાન રૂ.5,069.13 પાવર ચોરીનો કેસ ઉભો કર્યો હતો. તેમજ બચુભાઇ ભાણાભાઇ જોળીયા (રહે. ગીરગઢડા) 10 વર્ષ પહેલા મરણ ગયા હોય તેની સામે તા.16 મે 2018ના રોજ પાવર ચોરી બતાવી રૂ.4,776.80 બીલ ઠગાઇ કર્યાનો ફરીયાદ નોધાવી હતી. ગીરગઢડા તાલુકા ભેભા ગામના કરશનભાઇ રામભાઇ સોલંકી તા.3 માર્ચ 2011 ના રોજ મૃત્યુ પામ્યા હોય તેની સામે તા.4 એપ્રિલ 2015ના ચેકીંગ બતાવી રૂ.3383382.43 કેઇસ બનાવી ઠગાઇ કર્યા અંગેની કોર્ટમાં દાવો કર્યો હતો.

પાંચેય વ્યક્તિ કેસ પહેલા મૃત્યુ પામ્યા હોય તેને જેતે સમયે પાવર ચેકિંગ દરમિયાન હયાત (જીવીત) બતાવી તેના રેકર્ડ આધારીત બોગસ દસ્તાવેજો બનાવી સોગંદનામા ખોટા કરી પાંચ વ્યક્તિ સામે નાંણાકિય વસુલાત અંગે ગીરગઢડા પ્રિન્સીપાલ સીવીલ કોર્ટમાં પીજીવીસીએલના અધિકારી નાયબ ઇજનેર,જુનિયર ઇજનેર બી.જે.સોલંકી, ડિ ટી ત્રિપાઠી, ભાવેશ મોહન સોલંકી, જે. એલ. જાધવ, રાકેશ કૈલાશ શર્મા, કે. કે. રાઠોડ, જી. જી. તેરૈયા, કાળા વાલા, ડી. બી. જાની, એસ. વી. ડામોર લાઇનમેન સહીત 11 કર્મચારી વિરૂધ્ધ પોતાની ફરજ દરમિયાન કોર્ટેને ગેરમાર્ગે દોરવી એકબીજાને મદદગારી કરી ખોટા દસ્તાવેજો બનાવી કોર્ટમાં કેસ રજુ કરી આ કેસ બોર્ડ પર આવતા પાંચ વ્યક્તિ સામે કોર્ટમાં હાજર રહેવા નોટીસ કાઢવામાં આવી હતી.

પરંતુ નોટીસમાં પીજીવીસીએલ જેની સામે કેસ, ઠગાઇ અને વસુલાતનો કર્યો હોય તે વ્યક્તિ અગાઉથીજ મૃત્યુ પામેલા હોવાના પ્રમાણપત્ર સાથે નોટીસ કોર્ટમાં પરત આવ્યાનું ખુલતા કોર્ટ સમક્ષ સાચી હકીકત બહાર આવી હતી. તમામ અધિકારી કર્મચારીએ મૃત્યુ પામેલા પાંચ વ્યક્તિને હયાત (જીવીત) બતાવેલા હોવાનું બહાર આવતા ગીરગઢડા પ્રન્સીપાલ સીવીલ કોર્ટના જજે પીજીવીસીએલના અધિકારી અને કર્મચારીએ કેસોમાં ખોટા દસ્તાવેજ બનાવી રજુ કર્યા હોવાનું બહાર આવતા ગીરગઢડા કોર્ટના રજીસ્ટાર સુરેશભાઇ પોપટભાઇ ચાવડાને પોલીસમાં ફરીયાદ નોધાવા હુકમ કર્યો હતો. રજીસ્ટારે ગીરગઢડા પોલીસમાં પીજીવીસીએલના બે નાયબ ઇજનેર, બે જુનિયર ઇજનેર, તેમજ લાઇનમેન સહીત સામે ફરીયાદ નોધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો