ઊના તાલુકા કોળી સમાજ કર્મચારી મંડળ દ્વારા કેરિયર એકેડેમી કોળી સમાજની વાડી ખાતે શરૂ કરવામાં આવી છે. જેમાં છાત્રોને તલાટી, કોન્સ્ટેબલ, પીએસઆઈ સહિતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીને લઈ માર્ગદર્શન આપવામાં આવશે. પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ રાઠોડનું મંડળ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ તકે કાળુભાઈએ કહ્યું હતું કે, છાત્રોને તમામ સહકાર આપીશ. આ ઉપરાંત છાત્રો આયોજન પૂર્વક મહેનત કરી સફળતા મેળવે તેમને લઈ શુભેચ્છા પાઠવી હતી. આ ઉપરાંત આર્થિક મદદને લઈ પણ પહેલ કરી હતી. આ એકેડેમીનું કર્મચારી મંડળનાં ડી.કે.વાજા, વિજયભાઇ ડોડીયા, હર્ષદભાઇ બાંભણીયા, ભાવેશભાઇ બાંભણીયા તેમજ સંજયભાઇ મંત્રી સહીતના સંચાલન કરી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.