હુમલો:ઊનામાં ગાડી રિપેરીંગ મુદ્દે યુવાન પર ચારનો હુમલો

ઊના11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માથાના ભાગે ગંભીર ઈજા, ફરિયાદ નોંધાવી

ઊનામાં ગેરેજ ધરાવતા યુવાન પર ગાડી રીપેરીંગ કરવાની કોઈ વાત મુદ્દે હુમલો થતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. ઊના શહેરમાં વડલા ચોક નજીક ગેરેજ ચલાવતા ઓસીનભાઇ મુસ્તાકભાઇ યુસુફ સાથે સમીર ઉર્ફે દરબાર સલીમ ખોજાદા, સલીમ ઉસ્માન ખોજાદા, સોયબ સલીમ ખોજાદા તેમજ રફીક ઉસ્માન ખોજાદા ચારેય શખ્સો દ્વારા ગાડી રીપેર કરવા બાબતે માથાફુટ થઇ હતી.

બાદમાં આ શખ્સોએ ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો. આટલેથી ન સમ્યું હોય તેમ ડીસમીસ તેમજ લોખંડના પાઇપ વડે હુમલો કરતા ઓસીનને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે હોસ્પીટલે ખસેડાયો હતો. અને આ અંગે ઇજાગ્રસ્ત યુવાને પોલીસમાં ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...