તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:બાગાયતી ખેતીને 3 વર્ષમાં બેઠી કરવા કેન્દ્રિય ટીમની મુલાકાત

ઊના25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઊનાના ગાંગડા, અંજારની મુલાકાત લઇ નુકસાનીના મુદ્દા તપાસ્યા

ઊના-ગીરગઢડા પંથકમાં તાઉતે વાવાઝોડામાં બાગાયતી ખેતી પાકની તબાહી મચી છે. નાળિયેરીની નુકસાનીમાં કેટલી સહાય આપી શકાય એના મુદ્દા તપાસવા કેન્દ્રિય ટીમ આવી છે. નાળિયેરીના નુકસાનમાં 3 વર્ષમાં ખેડૂત કેવી રીતે ઉભો થઇ શકે એ પ્રકારના મુદ્દા સાથે વાવેતરની ઉપલબ્ધતા, કેરી અને એચડીપી વાવેતરમાં કાયાકલ્પ વિશે માહિતી, નાળિયેરી નવા વાવેતર અને વાવેતર સામગ્રી સંબંધિત યોજના, નાળિયેરીના કેટલા રોપાની જરૂરિયાત ઉભી થશે. હાલ સરકાર જે 90 ટકા સહાય આપે છે તેમાં વધારો કરવા કેટલી મદદ કરી શકાય એવા અનેક પ્રશ્નો બાબતે કેન્દ્રિય ટીમ આવી છે.

અને તાઉતેથી અસરગ્રસ્ત ઊના તાલુકાના ગાંગડા તેમજ અંજારની મુલાકાત લીધી હતી. જેમાં ભારત સરકાર દ્વારા સંયુક્ત સચિવ રાજબીરસિંહ પનવાર, કૃષિ કમિશનર સુરેશકુમાર મલ્હોત્રા, મુખ્ય નાળિયેર વિકાસ અધિકારી ભૂષણકુમાર, સહાયક નાળિયેર વિકાસ અધિકારી વેદપાલસિંહ, સહિતનાનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...