તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:બંધ મકાનમાંથી સોનાના દાગીના, રોકડ રકમ સહિત 1.15 લાખની ઘરફોડ ચોરી

ઊનાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બંઘ મકાનના તાળા તુટતાં ઊના પોલીસમાં ફરિયાદ નોંધાઈ

ઊનાના પસવાળા ગામે બંધ મકાનમાં ધોળા દિવસે તસ્કરોએ તાળા તોડી ઘરમાં પ્રવેશ કરી રોકડ રકમ સહિત સોનાની ચોરી થઈ હતી. આ અંગે મકાન માલિકે ઊના પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. પ્રાપ્ત વિગત મુજબ ખેતીકામ કરતા ભગીરથસિંહ ઉર્ફે ભગુભાઇ જીણાભાઇ ગોહીલ પસવાળા ગામે આવેલ પ્રાથમિક શાળાની પાછળ રહેણાંક મકાનમાંથી ચોરી થઈ. મકાન માલીકના માતા-પિતા જીણાભાઇ તેમજ કુવરબા બન્ને સવારે મકાનના દરવાજામાં તાળા મારી માલઢોર માટે વાડીએ નિરણ લેવા માટે ગયા હતા.

દરમ્યાન બપોરના સમયેઘરે પરત ફરતા મકાનના દરવાજાના આકળીયો તુટેલી હાલતમાં હોય અને ઘરની અંદર તપાસ કરતા પટારાનું તાળુ તુટેલુ હતું. તપાસ કરતા અંદર રહેલા રોકડ રકમ રૂ.85 હજાર તેમજ કાનમાં પહેરવાની સોનાની કડી નં.3 વજન 10 ગ્રામની કિ.રૂ.30,810 સહીત કુલ રૂ.1.15,810ના મુદામાલની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગેની ભગીરથસિંહ ઉર્ફે ભગુભાઇ જીણાભાઇ ગોહીલએ પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે તસ્કરોને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...