તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકોને હાલાકી:દેલવાડા, સીમરમાં SBI બેંક અને એટીએમ બંને બંધ

ઊના7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દેલવાડા પંચાયતે બેંકની રિજીયન કચેરી સમક્ષ રજૂઆત કરી

ઊનાના દેલવાડા અને સીમર ગામે આવેલી એસબીઆઇની શાખા હેઠળ આસપાસના અનેક ગામો આવે છે. વાવાઝોડાના કારણે અનેક ગામોમાં મકાન તેમજ ઘરવખરીને ભારે નુકસાન થયું છે. જેની સહાયની રકમ ખાતામાં જમા થઇ છે. પણ દેલવાડા અને સીમર ગામની એસબીઆઇ શાખા બંધ હોવાના કારણે ગ્રાહકો પોતાના બેંક ખાતામાં આવેલી રકમ ઉપાડી શક્તા નથી. સાથે પોતાની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ નાણા વગર ખરીદી શક્તા નથી. વાવાઝોડાના કારણે વિજપુરવઠો ખોરવાઇ ગયો હતો. પણ હવે વિજપુરવઠો ચાલુ થઇ ગયો છે.

આમ છત્તાં બેંક બંધ હોવાથી લોકોને રોજ ધક્કા ખાવાનો વારો આવે છે. બેંક સાથે એટીએમ મશીન પણ બંધ હાલતમાં હોવાથી લાભાર્થી પોતાના નાણાં સમયસર ઉપાડી શક્તા નથી. ગામમાં દિવસે લાઇટ ન હોય તો બેંકમાં જનરેટરથી પાવર શરૂ કરી કામગીરી કરવા દેલવાડા ગ્રામ પંચાયતે જૂનાગઢ સ્થિત રિજીયન ઓફિસ સમક્ષ માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...