તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોષ:ઊનાના સૈયદ રાજપરામાં કેશ ડોલમાં ભ્રષ્ટાચારની બૂમ

ઊના21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 45 લોકોને રૂ. 700 અને બીજાને 300 ચૂકવાતાં રોષ છવાયો

ઊનાના સૈયદ રાજપરા ગામે તાઉતે વાવાઝોડા દરમિયાન ઝુંપડા અને ઘરોમાં થયેલી નુકશાનની અંતર્ગત સરકાર દ્વારા સહાય માટે કેશ ડોલ ચૂકવાય છે. તેમાં મોટાપાયે ભ્રષ્ટાચાર આચવામાં આવતો હોવાની ગ્રામજનોમાં ચર્ચા ઉઠી છે. સૈયદ રાજપરા ગામમાં રહેતા 45 લોકોને રૂ. 700 અને બીજા લોકોને વ્યક્તિ દિઠ રૂ. 300 ચૂકવવામાં આવતાં એકને ગોળ અને બીજાને ખોળ જેવી નિતી રાખવામાં આવી હોવાથી લોકોમાંથી રોષ ઉઠ્યો છે.

તંત્ર દ્વારા અસરગ્રસ્ત 50 જેટલા અભણ માછીમારને અન્યાય કર્યો હોઇ ગરીબ પરીવારને પૂરી સહાય મળવાને બદલે તંત્ર દ્વારા બેવડી નિતી અપનાવાતી હોવાનું સામાજિક કાર્યકર્તા ભારતભાઇ કામલિયાએ જણાવ્યું છે. તેમણે આ મામલાને ગંભીરતાથી લઇ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી ગાંધીચિંધ્યા માર્ગે આંદોલનની ચિમકી અપાઇ છે.

અન્ય સમાચારો પણ છે...