તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ઊના તાલુકાના અંજાર ગામેથી બોગસ ડોક્ટર ઝબ્બે, કાર્યવાહી

ઊના10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વેરાવળમાંથી બોગસ ડોક્ટર પકડ્યા બાદ ઊનાના ગામડામાં કાર્યવાહી

ઊનાના અંજાર ગામે એક બોગસ ડોકટર માન્ય ડિગ્રી કે સર્ટી વગર દર્દીઓને દવા તેમજ સારવાર આપતો હોવાની બાતમીના આધારે ગિર-સોમનાથ એસઓજીએ રેઇડ કરી તેને ઝડપી લીધો હતો. પ્રાપ્ત વિગત મુજબ, ઊના તાલુકાના અંજાર ગામે આણંદભાઇ વિઠ્ઠલભાઇ બારૈયા નામનો શખ્સ ક્રિષ્ના ક્લિનીક નામથી દવાખાનું ચલાવતો હોવાનું અને તેની પાસે કોઇ માન્ય ડિગ્રી ન હોવાની બાતમી ગિર-સોમનાથ એસઓજીને મળી હતી.

આથી એએસઆઇ આઇ. બી. બાનવા, સુભાષભાઇ ચાવડા તથા કમલેશભાઇ પીઠિયા સહિતની ટીમે મેડીકલ ઓફીસર ડો. વિપુલ રમણલાલ ડુંમાતરને સાથે રાખી અંજાર ગામે રેઇડ કરી હતી. અને દવાખાનામાંથી જુદી જુદી એલોપેથીક દવાઓ તથા મેડિકલને લગતી તમામ સાધન સામગ્રી તથા રોકડ સહિત કુલ રૂ. 5,863 ના મુદામાલ સાથે આણંદજીભાઇને ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...