તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નુકસાન:સનવાવની નવી પ્રા.શાળામાં આવારા તત્ત્વોએ તોડફોડ કરી

ઊના3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શાળાની ઇલેક્ટ્રીક સિસ્ટમને મોટાપાયે નુકસાન

ગીરગઢડા તાલુકાના સનવાવ ગામની પ્રાથમિક શાળામાં છેલ્લા ત્રણ દિવસથી આવારા તત્વો ધુસી તોડફોડ કરી હતી. શાળાના ઈલેક્ટ્રીક સીસ્ટમને મોટાપાયે નુકસાન પહોંચાડના આચાર્યએ ગીરગઢડા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

આલીદર રોડ પરની પ્રાથમીક શાળાના નવા સંકુલમાં આવારા તત્વો ઘુસી અને શાળાના વોટરરૂમની એલઇડી લાઇટો ફોડી નાખી તેમજ વિજ જોડાણ કાપી નાખી જમીનમાંથી અર્થીંગના વાયરો ઉખેડી નાખ્યા હતા. જેથી સ્કુલના બિલ્ડીંગની ઇલેક્ટ્રીક સીસ્ટમને ભારે નુકશાન પહોંચ્યું હતું. જેથી આ અંગે સનવાવ પ્રા.શાળાના આચાર્યએ ગીરગઢડા પોલીસ સ્ટેશનમાં અસામાજીક તત્વો સામે ફરિયાદ નોંધાવી છે. ત્રણ-ત્રણ દિવસ નુકસાન કરતા હોવાથી તેને તાત્કાલીક પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...