તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડિસ્ટન્સ આ રીતે પણ જળવાય:ઉના આરોગ્ય કેન્દ્રમાં લોકોએ પોતે લાઇનમાં ઉભા રહેવાના બદલે ચપલ રાખ્યા

ઉનાએક મહિનો પહેલા
 • કૉપી લિંક

સોશિયલ ડિસ્ટન્સ જાળવવું હોય તો કઇ રીતે જળવાય અને લાઇન પણ ન તૂટે. એ શીખવું હોય તો ઉના જવું પડે. ઉનાના આરોગ્ય કેન્દ્રમાં કોરોના ટેસ્ટ કરાવવા માટે ગયેલા લોકોની લાંબી લાઇન લાગી હતી અને તડકો પણ હતો. ડિસ્ટન્સ જાળવવું પણ જરૂરી જ છે. આથી લોકોએ સરસ મજાનો પ્રયોગ કર્યો. પોતાના ચપ્પલ લાઇનમાં ગોઠવી દીધા.

પોતે સાઇડમાં જઇને શાંતિથી ઉભા રહી જાય.જેથી જેનો વારો આવે તે પોતાના ચપ્પલ પહેરીને અંદર જતા રહે. જેથી લાઇનમાં ઉભા ન રહેવું પડે, અવ્યવસ્થા પણ ન સર્જાય અને તડકાથી પણ બચી શકાય. જો કે રવિવારે મોટી સંખ્યામાં લોકો ટેસ્ટ માટે ઉમટી પડતાં કીટ પણ ખૂટી પડી હતી. આથી તાત્કાલિક અસરથી નવું આરોગ્ય કેન્દ્ર શરૂ કરવામાં આવે તેવી લોકોની માગણી અને લાગણી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો