સમસ્યા:ઊના તાલુકામાં આધાર કાર્ડની કામગીરી ધીમી થતા હાલાકી, આધાર કાર્ડ માટેનાં સેન્ટર વધારવા માંગ ઉઠી

ઊના2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

છેલ્લા ઘણા સમયથી લોકો આધાર કાર્ડમાં સુધારા - વધારા, નવા કઢાવવા માટે લોકો વહેલી સવારથી લાઇનોમાં ઉભા રહે છે. તેમ છતાં તંત્રના પેટનું પાણીય હલતું ન હોય તેમ સેન્ટરોમાં કિટ ઓછી હોવાથી પરેશાની વેઠી રહ્યા છે. તંત્રની બેદરકારીના કારણે ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા લોકો આખો દિવસ હેરાન થવું પડે છે. તાલુકાના લોકોને સરકારી યોજના કે શૈક્ષણિક કાર્ય આરોગ્યના કામ સહિત વિવિધ કામો માટે આધાર કાર્ડની ખાસ જરૂરીયાત પડતી હોય છે.

પરંતુ ઊનામાં આધારકાર્ડના સેન્ટર ઓછા હોવાના કારણે લોકોને ખૂબ હાલાકી ભોગવી પડી રહી છે. પોસ્ટ ઓફિસમાં અને બેંકોમાં આધાર કાર્ડ સેન્ટર છે ત્યાં સ્ટાફ દ્વારા મનમાની ચલાવતા હોય છે. ત્યારે ઉના મામલતદાર કચેરી અને તાલુકા પંચાયતમાં આધાર કાર્ડની કામગીરી થતી ન હોય જેથી આ કચેરીમાં આધાર કાર્ડની કીટ ફાળવવામાં આવે તેવી લોકોની માંગણી ઉઠી રહી છે.

અન્ય સમાચારો પણ છે...