તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

આક્ષેપ:નગડિયામાં 1 માસથી સમયસર વિજપુરવઠો ન અપાતાં રોષ

ઊના2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રજુઆત બાદ પણ યોગ્ય કામગીરી થતી નથી

ગીરગઢડા તાલુકાના ધોકડવા પેટાવિભાગીય પીજીવીસીએલ કચેરી હેઠળ આવતા આ વિસ્તારના ગામોને છેલ્લા એક માસથી સમયસર વિજપુરવઠો ન મળતા ગ્રામજનોમાં રોષની લાગણી ઉઠવા પામેલ છે. નગડીયા ગામે છેલ્લા એક મહિનાથી વીજ પુરવઠો સમયસર ન મળતાં લોકો મુશ્કેલીમાં  મુકાયા છે.

આ બાબતે ધોકડવા પીજીવીસીએલના જવાબદાર અધિકારીને અનેકવાર રજૂઆત કરેલ હોવા છતાં આજ સુધી વિજપુરવઠા બાબતે કોઇ કામગીરી કરાઈ નથી ગ્રામ પંચાયતના સરપંચ સહીતના ગ્રામજનોને સાથે રાખી ધોકડવા પીજીવીસીએલની કચેરીના અધિકારીને રજુઆત કરી હતી. અને તાલુકાના છેવાડાના અનેક ગામડામાં વિજપુરવઠો અવાર નવાર ખોરવાતા આ અંગેની રજુઆત સાથે જણાવેલ હતુ કે ફોલ્ટ ઓફીસ તેમજ અધિકારીઓને ફોન કરવામાં આવે તો ફોન પણ ઉપાડવામાં આવતો ન હોય અને ચોમાસાની ૠતુ દરમ્યાન વરસાદના કારણે ગમે ત્યારે  અઘટિત ઘટના બને તો જવાબદાર કોણ તેવા પણ લોકો માંથી સવાલો ઉઠવા પામ્યા હતા.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો