ગીરગઢડાના ધોકડવા પીજીવીસીએલ સબ ડિવિઝનમાં અધિકારીઓ જ માસ્ક વગરના ઓફીસમાં જોવા મળ્યા હતા. કચેરીની અંદર આવતા અરજદારોને માસ્ક પહેરી અંદર આવવું તેવું બોર્ડ ઓફીસ બહાર લગાવવામાં આવ્યું છે. અને અઘિકારીઓ જ પોતે પોતાની મનમાની કરી નિયમોનું ઉલંઘન કરી રહ્યાં હોવાનું જોવા મળે છે.
કોરોનાની ત્રીજી લહેરથી બચવા સરકાર સાવચેતી પગલા રૂપે લોકોને માસ્ક પહેરવું જરૂરી છે તેવી અપીલ કરવામાં આવે છે. ત્યારે પીજીવીસીએલના કર્મચારીઓ પોતાની ફરજ પર ઓફીસમાં ખુરશીમાં બેસી પોતાની મનમાની કરી લોકોને સાવચેતીનો સંદેશો આપતા હોય તેવી સ્થિતી નિર્માણ પામી છે. પોતે જ નિયમનો ભંગ કરતા ધોકડવા પીજીવીસીએલ પેટા કચેરીમાં આવતા અરજદારોમાં અનેક સવાલો ઉઠવા પામ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.