તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ઊનાના ખત્રીવાડામાં ઝીંગા ફાર્મમાં ગેરકાયદે ટ્રાન્સફોર્મર નાંખી દીધું

ઊના15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ક્વોટેશન ભર્યા વિના લાઇન અપાતાં ગાંધીનગર સુધી ફરિયાદ

ઊનાના ખત્રીવાડા ગામે આવેલા ઝીંગા ફાર્મમાં પીજીવીસીએલના અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગતથી ક્વોટેશન ભર્યા વિનાજ વીજ ટ્રાન્સફોર્મર ઉભું કરી ગે.કા. રીતે પાવર સપ્લાય પણ શરૂ કરી દેવામાં આવ્યો છે.

આ બાબતે ગામના ખેડૂતો અને ગ્રામજનો દ્વારા લેખિત ફરિયાદ કરાઇ છે. ખત્રીવાડાના ઝીંગા ફાર્મમાં ગેરકાયદેસર રીતે વીજ ટ્રાન્સફોર્મર ઉભું થવા અંગે ગામના રવિભાઇ રામજીભાઇ બાંભણિયાએ ઉચ્ચકક્ષાએ વીજ કંપનીના મેનેજીંગ ડિરેક્ટરને રજૂઆત કરી હતી.

આથી અધિકારીઓએ તપાસ માટે ખત્રીવાડા ગામે સ્થળ મુલાકાત લીધી હતી. અને પંચરોજકામ પણ કર્યું હતું. આમ છતાં આજ સુધી આ ગે.કા. કનેક્શન અંગે કોઇજ કાર્યવાહી હાથ ધરાઇ નથી. આ ટ્રાન્સફોર્મર, થાંભલા અને લાઇન ઉભી કરવામાં ઊના ડિવિઝનના અધિકારી અને કોન્ટ્રાક્ટરે ભૂમિકા ભજવી હોવાનો આક્ષેપ પણ કર્યો છે.

ફરિયાદ મળી છે, તપાસ કરીશું: કાર્યપાલક ઇજનેર
ખત્રીવાડા ગામે ઝીંગા ફાર્મમાં ગે.કા. ટ્રાન્સફોર્મર ઉભું કરાયાની ફરિયાદ મળી છે. અને તેની તપાસ ચાલુ હોવાનું કાર્યપાલક ઇજનેર જાડેજાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...