SBI મેનેજરનો ઉડાવ જવાબ:ઊના એસબીઆઈના સીડીએમ મશીનમાં 42,500ની રકમ ફસાઈ

ઊનાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટ્રાન્ઝેકશન થઈ જવા છતાં ખાતામાં જમા ન થયા, રજૂઆત

ઊના શહેરના ગોંદરાચોક વિસ્તારમાં આવેલ એસબીઆઇ બેંક મેઇન શાખાના ગ્રાહક સંદિપભાઇ વાજાએ એટીએમના સીડીએમ મશીનમાં પોતાની રોકડ રકમ રૂ.42,500 જમા કરવા ગયેલ જે સીડીએમ મશીનમાં ચાલ્યા ગયા અને ટ્રાન્જેક્શન કંમ્પલીટ થઇ ગયેલ. પરંતુ આ રકમ બેંક ખાતામાં જમા થયેલ નહીં. ત્યાર બાદ ગ્રાહકે બેંકના કર્મચારીને જણાવેલ કે એક ફોર્મ ભરી આપવા જણાવતા તા.6 એપ્રિલના રોજ સીડીએમ કંમ્પલેનનું ફોર્મ જમા કરાવતા બેંકમાંથી કહેલ કે તપાસ કરી બે-પાંચ દિવસમાં તમારી રકમ જમા થઇ જશે.

પરંતુ દશ દિવસ થવા છતાં આટલી મોટી રકમ જમા થઇ નહીં. જેથી ગ્રાહક ફરી બેંકના કેશીયરને જાણ કરતા તેમણે બેંક મેનેજર પાસે ગયેલ અને મેનેજરે જણાવેલ હતું કે એવું કોઇ ટ્રાન્જેક્શન થયેલ નથી. આથી સંદિપભાઇએ સીસી ટીવી કેમેરાના ફુટેજ ચેક કરવા તેમજ મશીનમાં થયેલ ટ્રાન્જેક્શન તપાસ કરવા કહેતા મેનેજરે મારી પાસે એવો કોઇ ટાઇમ નથી. તમારાથી જે થાય તે કરો. તેવો ઉડાવ જવાબ આપેલ હોય અને ગ્રાહક નારાજ થઇ નાછુટકે આટલો મોટી રકમ સીડીએમ મશીનમાં ફસાઇ જવા છતાં કોઇ એસબીઆઇ બેંક દ્રારા ગંભીરતા ન લેવાતા અંતે સંદિપભાઇ વાજા કંટાળી જઇ સ્ટેટ ઓફ બેંક ઇન્ડીયા વેરાવળ જનરલ મેનેજરને લેખિત રજુઆત કરી હતી. આ રકમ તાત્કાલીક તપાસ કરી બેંક ખાતામાં પરત મળી જાય તેવી માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...